બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે સર્વે બોટાદ વાસીઓને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો - At This Time

બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે સર્વે બોટાદ વાસીઓને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો


બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે સર્વે બોટાદ વાસીઓને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો

જિલ્લા વહિવટી તંત્ર 7મેના રોજ આપ સર્વેનું મતદાન મથકો ખાતે સ્વાગત કરવા તૈયાર છે. જિલ્લામાં 590 મતદાન મથકો ખાતેથી મતદાન થશે. આ ચૂંટણીરૂપી અવસરમાં બોટાદ જિલ્લામાં સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત 14 મતદાન મથકો, 2 મતદાન મથકો સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત, 2 મતદાન મથકો આદર્શ મતદાન મથક તરીકે સુશોભિત કરવામાં આવ્યાં છે. જ્યારે 1 મતદાન મથક આદિમ જૂથનાં મતદારો માટે સજાવવામાં આવ્યું છે. મતદાન મથકો અર્થ બૂથ, 1 મતદાન મથક સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સમગ્ર તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે.સાથે જ હીટવેવને ધ્યાને રાખી મતદાન મથકોએ પીવાના પાણીની વ્યવસ્થા, છાયાની વ્યવસ્થા તેમજ નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદારોની મદદ માટે સ્વયંસેવકો પણ ખાસ તૈનાત રહેશે. આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે તેવો બોટાદના કલેક્ટર ડો.જીન્સી રોય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.બોટાદ જિલ્લા પોલીસ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, “ન્યાયી અને મુક્ત વાતાવરણમાં મતદાન માટે બોટાદ જિલ્લા પોલીસ સજ્જ છે. વિવિધ મતદાન મથકો ખાતે 500 જેટલા , 672 જેટલા હોમગાર્ડ, એસ.આર.પી., સી.આર.પી.એફ. સહિતના જવાનો ફરજ પર રહેશે. મતદાન મથકો ખાતે સઘન પોલીસ બંદોબસ્ત તેમજ સતત પોલીસ પટ્રોલીંગ રહેશે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.