ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jzdiusvzopkbjawk/" left="-10"]

ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ


*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબ* દ્વારા ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ. વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળા રાજપરા,ખોડીયાર મંદિરની ચોકડી પાસે રોડ ઉપર ઉભો છે.જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

*નાસતાં-ફરતાં આરોપી:-*
ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.સથરાગામ,તા.તળાજા જી.ભાવનગર

*ગુન્હો:-*
શિહોર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૩૦૦૪૯/૨૦૨૩ પ્રોહી. એકટ કલમઃ-૬૫એ,ઇ,૧૧૬ બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર, તથા સ્ટાફના ભહિપાલસિંહ ચુડાસમા,ભૈરવદાન ગઢવી, દિપસંગભાઇ ભંડારી, ઇમ્તિયાઝખાન પઠાણ,ચંદ્રસિંહ વાળા, હારિતસિંહ ચૌહાણ,હસમુખભાઇ પરમાર વગેરે સ્ટાફ જોડયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]