અમદાવાદના મા.પોલીસ કમિશ્નર ના આદેશથી ઝોન ૦૬ માં રામનવમી ની શોભાયાત્રા ને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jrtgv1skkaokp0ei/" left="-10"]

અમદાવાદના મા.પોલીસ કમિશ્નર ના આદેશથી ઝોન ૦૬ માં રામનવમી ની શોભાયાત્રા ને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ.


અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સયુંકત પોલીસ કમિશ્નર સેક્ટર ૦૨ બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા લોકસભાની ચૂંટણી અનુસંધાને વાહન ચેકીંગ કરવા, ગુનેગારોને ચેક કરવા, હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવા, સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવા, માથાભારે ઈસમોને માહિતી મેળવી ચેક કરી અટકાયતી પગલાઓ લેવા, સહિતની કામગીરી કરવા ઉપરાંત આવતીકાલે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળનાર હોઈ ફ્લેગ માર્ચ કરવા આગોતરું આયોજન કરી અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે,

અમદાવાદ શહેરના મા.સયુંકત પોલીસ કમિશ્નર, સેક્ટર ૦૨ બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા ઝોન ૦૬ વિસ્તારના નારોલ, વટવા અને ઈસનપુર વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા નીકળનાર હોય જે ડિવિઝન ના મા.એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન ના મા.એ.સી.પી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ કુલદીપ ગઢવી, ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ.જાડેજા, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ એન.ડી.નકુમ, નારોલ પી.આઈ આર.એમ.ઝાલા તથા પોલીસ સ્ટાફ અને પોલીસની મોબાઈલના વિશાળ કાફલા દ્વારા રામ નવમી શોભાયાત્રા ના રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું, આ ફ્લેગ માર્ચ દરમિયાન ડ્રોન કેમેરા નો ઉપયોગ કરી આજુબાજુના વિસ્તારમાં સર્વેલાન્સ પણ કરવામાં આવેલ હતું અને સંવેદનશિલ વિસ્તારમાં વિશાળ પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલ હતું,

આ ઉપરાંત લોકસભાની ચૂંટણી અનુસંધાને આચાર સહિતા અમલીકરણ ચાલુ હોઈ અને સાથે સાથે રામનવમી પ્રસંગે શોભાયાત્રા યોજાનાર હોય અમદાવાદ શહેર ના મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે ઝોન ૦૬ વિસ્તારના હાઇફાઇ ચોક થી નારોલ ગામ, વટવા વિસ્તાર, સદભાવના ચોંકી, પી.ડી પંડ્યા કોલેજ રોડ સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને પોલીસ ફોર્સ સાથે સંવેદનશીલ વિસ્તારો માં સઘન ફૂટ પેટ્રોલિંગ કરી, કાર્યવાહી કરવામાં આવેલ, ઝોન ૦૬ પોલીસ દ્વારા યોજવામાં આવેલ ફ્લેગ માર્ચ દ્વારા સઘન પોલીસ બંદોબસ્તની ઝાંખી પ્રસ્તુત કરી કાયદો વ્યવસ્થા બાબતે અમદાવાદ શહેર પોલીસ તૈયાર હોવાનો અને જાહેર જનતા ના મનમાં સેવા, સુરક્ષા , સલામતી અને શાંતિ નું પ્રદર્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]