સાબરકાંઠા શોભના બારૈયાએ ઉમેદવારી નોંધાવી: હિંમતનગરમાં ભાજપના ઉમેદવારે વિશાળ સભા યોજી રેલી નીકાળી; લોકોએ શ્રીફળ, શાલ આપી શુભેચ્છાઓ પાઠવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uskjktaho4am13pu/" left="-10"]

સાબરકાંઠા શોભના બારૈયાએ ઉમેદવારી નોંધાવી: હિંમતનગરમાં ભાજપના ઉમેદવારે વિશાળ સભા યોજી રેલી નીકાળી; લોકોએ શ્રીફળ, શાલ આપી શુભેચ્છાઓ પાઠવી


હિંમતનગરમાં આજે ભાજપના ઉમેદવારની ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા ખેડ તસિયા રોડ પર આવેલા વૈશાલી ગ્રાઉન્ડમાં વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 40 જેટલા સંગઠનના અગ્રણીઓની વચ્ચે મંચ પર ઉમેદવાર શોભનાબેન બારૈયા ઉપસ્થિત થયા હતા. જેમાં અરવલ્લી ભાજપ સંગઠન દ્વારા શ્રીફળ, શાલ આપી ભાજપને જીતડવાની શુભેચ્છાઓ આપી હતી. ત્યાર બાદ વિજયનગરના વાડિયાવીરના શાંતિગીરી મહારાજના હસ્તે પૂજન અર્ચન કરી શોભનાબેનને શુભેચ્છાઓ આપી હતી. વિજય સંકલ્પ રેલીનો શંખનાદ કર્યો હતો.
આ વિજય સંકલ્પ રેલીમાં ઉપસ્થિત ભાજપની મહિલાઓએ પણ હથેળીમાં કમળ દોરી એક કમળ દિલ્હી મોકલવાના શપથ લીધા હતા. તો મહેમાનોએ પણ કેસરિયા સાફા પહેર્યા હતા. સૌ ઉપસ્થિતે 5 લાખની લીડથી જીતાડવા માટેનું આહવાન કર્યું હતું. વૈશાલી ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે શોભાનબેન બારૈયા સમર્થકો સાથે કેસરિયા ઝંડા સાથે વનવાસીઓના ઢોલના નાદ વચ્ચે ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિજય સંકલ્પ રેલી હિંમતનગરમાં વિવિધ માર્ગો પર થઈને પસાર થતા સમયે ભાજપના ઉમેદવારે સૌને નમસ્તે કરી આભાર ઝીલતા ઝોવા મળ્યા હતા.

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]