અમરાપુર અંકુર વિદ્યા સંકુલ દ્વારા રંગરાત્રી મહોત્સવ ઉત્સાહ ભેર ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jogzoji0bwmd8p8y/" left="-10"]

અમરાપુર અંકુર વિદ્યા સંકુલ દ્વારા રંગરાત્રી મહોત્સવ ઉત્સાહ ભેર ઉજવણી


માળીયા હાટીના તાલુકાના અમરાપુર અંકુર વિદ્યા સંકુલ દ્વારા રંગરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જીલ્લાના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા સહિત મહાનુભવોએ દીપ પ્રાગટય કરી અને ફટાકડા ની કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, તેમજ જૂનાગઢ જીલ્લાના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમાએ અંકુર વિદ્યા સંકુલના બાળકો તેમજ આજુબાજુ વિસ્તારની જનતાને નવરાત્રી ની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ ઉપસ્થીત મહેમાનોનું પુષ્પગુચ્છથી અંકુર વિદ્યા સંકુલના ટ્રસ્ટીશ્રીઓ, સંકુલના સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

અંકુર વિદ્યા સંકુલ દ્વારા બાળકો તેમજ દીકરીઓ દ્વારા વિવિધ વેસભૂસા સાથે રાસ ઉત્સવ કરવામાં આવ્યો જેમકે તાલિ રાસ, ડાકલા રાસ, મિણીયારો રાસ સહિત આકર્ષક રાસ બાળકો તેમજ દીકરીઓ ઉત્સાહ ભેરથી ભાગ લેતા આજુબાજુ ગામના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોવા આવેલ આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોએ લોકોને ખુશ કર્યા હતા

આ કાર્યક્રમમાં ઉપસ્થીત જૂનાગઢ જીલ્લાના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાનજી ભાઈ યાદવ,નિવૃત dysp હરિસિંહ ઝણકાત, પીએસઆઇ મોરી,ભગતસિંહ ઝણકાત, ભગવાનજી ભાઈ કારેણા, વનરાજભાઈ ખેર, વજુભાઇ ડોડીયા, પૃથ્વીરાજસિંહ વાળા સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થીત હાજર રહ્યા હતા

આકાર્યક્રમ ને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ તેમજ સ્કૂલ સ્ટાફે ભારી જહેમત ઉઠાવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]