બાલાસિનોર વર્ષાઋતુ દરમિયાન આટલું કરી ને આપનું અને પરિવારનું આરોગ્ય સાચવી રાખીયે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jm3a19025muvrb1c/" left="-10"]

બાલાસિનોર વર્ષાઋતુ દરમિયાન આટલું કરી ને આપનું અને પરિવારનું આરોગ્ય સાચવી રાખીયે


વર્ષાઋતુનું આગમન થઇ ચુકયું છે. વરસાદે તેની જમાવટ કરી દીધી છે. ત્યારે વર્ષાઋતુના સમય દરમિયાન આપણે કેટલીક બાબતોની તકેદારી રાખીએ જેથી આપને આપનું અને આપના પરિવારનું આરોગ્ય સાચવી શકીએ.

તઅનુસાર ચોમાસની ઋતુમાં ખાસ કરીને આટલી બાબતો ખાસ અવશ્ય કરીએ જેમ કે: - પીવા માટે ઉકાળેલા કે કલોરીશનેશન કરેલ પાણીનો ઉપયોગ કરીએ, પીવા માટે જયારે પાણી લઇએ ત્યારે ડોયાનો જ ઉપયોગ કરીએ, જયારે પાણીના સંગ્રહસ્થાનોને હંમેશાં હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ કે જેથી પાણીમાં પોરા ન પડે, હાથ ધોયા પછી જ ખોરાકને રાંધીએ તેમજ ખાઇએ કે ખવડાવીએ, ગરમ-તાજેતો જ રાંધેલો ખોરાક ખાઇએ અને ખોરાકને હંમેશાં ઢાંકેલો રાખીએ, આદુ, તુલસી, સૂંઠ, અજમો, ફુદીનો વગેરે જેવી ઘરગથ્થુ ચીજવસ્તુઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી ઉકળા સ્વરૂપે લઇએ, શોચાલયનો જ ઉપયોગ કરીએ, બહાર નીકળીએ કે કોઇપણ વિસ્તારમાં જઇએ ત્યારે ચંપલ કે બુટ હંમેશાં પહેરેલા રાખીએ, જો આપણી આજુબાજુ કે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હોય તો તેનો કે ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરીએ અને કચરાનો જયારે નિકાલ કરીએ ત્યારે આ કચરો કચરાપેટીમાં જ નાંખીએ, ઝાડા થયા ત્યારે ઓ. આર. એસ. નો ઉપયોગ કરીએ તેમજ મચ્છરો
અને મચ્છરજન્ય રોગોથી બચવા શરીરના ભાગો ઢંકાયેલા રહે તેવા લાંબી બાંયના જ કપડાં પહેરીએ અને બિમારીથી બચવા કોઇપણ પ્રકારની બિમારી થઇ હોય તો તેવા કિસ્સામાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી સારવાર લેવાની સાથે રોગ સંબંધિત જાણકારી મેળવીએ.

ચોમાસની ઋતુ દરમિયાન આટલી બાબતો ન કરીએ જેમ કે: - પ્રદૂષિત/ડહોળા પાણીનો પીવા માટે ઉપયોગ ન કરીએ, પીવાનું પાણી ખુલ્લામાં કે ખુલ્લું ન રાખીએ, તીખો, તળેલો અને વાસી ખોરાક કે જે બિન આરોગ્યપ્રદ હોય તેવો ખોરાક ન ખઇએ અને ઠંડા પીણાનો ઉપયોગ ટાળીએ, ખુલ્લામાં શૌચાક્રિયા ન જઇએ, બહાર કે કોઇપણ વિસ્તારમં ખુલ્લા પગે ન ફરીએ, એંઠવાળ કે કચરો ખુલ્લામાં ન ફેંકીએ, અફવાઓને સમર્થન ન આપીએ, ખુલ્લા વીજ વાયરોને અડકવાનું ટાળીએ જયારે બિમારી દરમિયાન ડૉકટરની સલાહ વગર બિનજરૂરી દવાઓનો ઉપયોગ ન કરીએ, બિમારીના કિસ્સાઓમાં સારવારમાં વિલંબ ન કરીએ જયારે બાળકો, વૃધ્ધો અને કોઇપણ બિમારી હોય તો બહાર જવાનું ટાળીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]