ગીર સોમનાથઃ હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાયા, શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાં વધારે પાણીની આવક - At This Time

ગીર સોમનાથઃ હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાયા, શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાં વધારે પાણીની આવક


ગીર સોમનાથઃ હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાયા, શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાં વધારે પાણીની આવક
‐-----‐-----‐
ઉપરવાસમાં ભારે વરસાદ, નદીના પટમાંઅવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઈ જવા સૂચના
------------ 
ગીર સોમનાથ,તા. ૧૫: ઉપરવાસમાં સતત પડી રહેલાવરસાદના કારણે ગીર સોમનાથના નદી-નાળા તેમજ જળાશયો અને ડેમ પણ છલકાવાની તૈયારી છે.જેના કારણે વહીવટી તંત્ર દ્વારા વેરાવળ અને તાલાલા તાલુકાના કુલ ૧૩ ગામોને એલર્ટકરાયા છે ઉપરાંત નીચાણવાળા વિસ્તારના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવામાટે તેમજ ઢોર-ઢાંખર ન લઈ જવા (હાઈએલર્ટ) તેમજ સંપૂર્ણપણે સતર્કતા રાખવામાટે જણાવાયું છે.
હિરણ-૨ જળાશય હેઠળના અસરગ્રસ્ત ગામમાં તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજિંજવા તેમજ સેમરવાવનોસમાવેશ થાય છે જ્યારે વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરિયા, ઈન્દ્રોઈ,નાવદ્રા, સોનારિયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસપાટણનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદથતાં ગીર સોમનાથના હિરણ-૧ તેમજ હિરણ-૨ ડેમ ૮૫% કરતા વધારે ભરાયાછે. જેથી હવે હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.  તો શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાવધારે પાણીની આવક થઈ છે. નાગરિકોને મદદ મળી રહે તે માટેકંટ્રોલરૂમ પણ ૨૪X૭ કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈપણમુશ્કેલી પર જિલ્લા કંટ્રોલરૂમ ૦૨૮૭૬-૨૮૫૦૬૩/૬૪ પર સંપર્ક કરવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon