રાણપુર તાલુકાના ધારપીપળા ગામે થી લોયા (યાત્રાધામ) રોડ પાકો કરવા માંગ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fdtwxg8bauaktgmd/" left="-10"]

રાણપુર તાલુકાના ધારપીપળા ગામે થી લોયા (યાત્રાધામ) રોડ પાકો કરવા માંગ.


રાણપુર તાલુકાના ધારપીપળા ગામે થી લોયા (યાત્રાધામ) રોડ પાકો કરવા માંગ.

વર્ષોથી લોકો મુશ્કેલી બેઠે છે નજીકમાં કોઈ સેન્ટર નથી દવાખાના રાણપુરમાં નજીકમાં છે ચોમાસામાં નાગરિકો વધુ હેરાન થાય છે.
બોટાદ જિલ્લા રાણપુર તાલુકાના ધારપીપળા થી લોયા (યાત્રાધામ) રસ્તો ઘણા વર્ષોથી બનતો નથી લોયા ગામના નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામેથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું છેલ્લું ગામ લોયા (યાત્રાધામ) રસ્તાનું કામ ઘણા વર્ષોથી થતું નથી ફક્ત ચાર કિમી ના અંતરના રસ્તાને પાકો હજુ સુધી બનાવવામાં આવ્યો નથી લોયા ગામ લોકોને સાયલા જવું બહુ જ દૂર છે લોકો રાણપુર ખાતે હટાણું કરવા સહિતના કામે આવે છે ચોમાસામાં લોયા ગામ લોકો કફોડી હાલતમાં મુકાઈ જાય છે કોઈ માંદુ હોય ડીલેવરી નો કેસ હોય તેમને રાણપુર જવા સિવાય છૂટકો હોતો નથી કારણ કે તેમને રાણપુર નજીક પડે છે બાકીના બધા સેન્ટરો લોયાથી દૂર પડે છે ધારપીપળા બોટાદ ના રાણપુર તાલુકાનું છેલ્લું ગામ છે અને લોયા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું છેલ્લુ ગામ છે વર્ષોથી ધારપીપળાથી (યાત્રાધામ) લોયા ના રસ્તા ને પાકો બનાવવા લોકોની માંગણી છે નેતાઓ અને આગેવાનો આ રસ્તા માટે ઉચ્ચ કક્ષાએ રજૂ કરી કામ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે જોકે એવું જાણવા મળ્યું છે કે ધારપીપળાથી લોયા (યાત્રાધામ) રસ્તો પાકો કરવા માટે ટેન્ડરિંગ થઈ ગયું છે પરંતુ કામ શરૂ કરવામાં આવ્યું નથી.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામ થી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લોયા (યાત્રાધામ) રસ્તા નું કામ વહેલી તકે થાય તેની લોયા ગામના નાગરિકો રાહ જોઈ રહ્યા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]