શ્રી ધનશ્યામ મા અને ઉ.મા હાઇસ્કુલ માં આનંદી સંસ્થા દ્વારા પોકસો એક્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી ધનશ્યામ મા અને ઉ.મા હાઇસ્કુલ માં આનંદી સંસ્થા દ્વારા પોકસો એક્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


પંચમહાલ

આજરોજ શહેરા તાલુકાની શ્રી ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ માં આનંદી સંસ્થા દ્વારા પોકસો એક્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત પોગ્રામ યોજાયો.. આનંદી - Area Networking and Development Initiatives વર્ષ ૧૯૯૫ થી પંચમહાલ-દાહોદ, રાજકોટ અને ભાવનગર વિસ્તારમાં આદિવાસી, દલિત, સામાજિક આર્થીક પછાત એવા ગરીબ વંચિત સમુદાયો સાથે બંધારણીય અધિકારો-માનવ અધિકારોના મુદ્દે એમાં ખાસકરીને યુવતીઓ-મહિલાઓના અધિકારો, હિન્સામુક્ત સન્માનભેર જીવન, તેમના સશક્તિકારણ, આજીવિકા, માતાઓ-બાળકોના સ્વાસ્થ્ય મુદ્દે કાર્યરત છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પૂર્વ પટ્ટીના 30 ગામોમાં પાનમ ડેમ વિસ્થાપિત,અતિ ગરીબ અને વંચિત સમુદાયના સ્થાનિક મહિલાઓના નેતૃત્વથી બનેલ પાનમ મહિલા સંગઠન સાથે રહીને આનંદી આ મુદ્દાઓ પર કામ કરી રહી છે.
વર્ષ 2013 થી આનંદી યુવાઓના અધિકારો ખાસ કરીને યુવતી-કિશોરીઓના અધિકારોના મુદ્દે “યુવા નેતૃત્વ કાર્યક્રમ” અંતર્ગત આ વિસ્તારની કિશોરીઓ-યુવતીઓ સાથે વિવિધ કાયદાકીય શિક્ષણ, આરોગ્ય-પોષણ, માસિક-પ્રજનન સ્વાસ્થ્ય, બંધારણ અને નાગરિકતાનું શિક્ષણ, જીવન કૌશલ્યની તાલીમો શિબિરો દ્વારા યુવાઓનું ક્ષમતાવર્ધન કરી રહ્યા છીએ.જેમા રોશની સાધુ તથા રાહુલ બારીયા દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમા સ્કૂલ ના 350, કરતા વધુ બાળકો જોડાયા. સ્કૂલ ના શિક્ષિકા શ્રીમતી નીતા બારૈયા દ્વારા સંપુર્ણ પ્રોગ્રામ નું સંચાલન કરવામાં આવ્યું

રિપોર્ટર વિનોદ પગી શહેરા પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.