શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર યુવા સંગઠન, અમદાવાદ દ્રારા શૈક્ષણિક જાગૃતિ અર્થે વિધાર્થી સન્માન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો - At This Time

શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર યુવા સંગઠન, અમદાવાદ દ્રારા શૈક્ષણિક જાગૃતિ અર્થે વિધાર્થી સન્માન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

સોની સમાજની ગુજરાતની ખ્યાતનામ સંસ્થા શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર યુવા સંગઠન, અમદાવાદ દ્વારા તેની સ્થાપનાના ૧૩ વર્ષના કાર્યકાળ દરમિયાન ૯૮ સફળ કાર્યક્રમો સમાજનાં વિકાસ સર્વાંગી માટે અને શિક્ષણ જાગૃતિ માટે થયા છે. જેનાથી આવનાર પેઢીમાં શિક્ષણનો વ્યાપ વધે.
શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર યુવા સંગઠન, અમદાવાદ દ્રારા ૯૯ - મો ભવ્ય અને અત્યાધુનિક શૈક્ષણિક ૧૨ - મો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આજ રોજ તારીખ આઠમી જાન્યુઆરી, ૨૦૨૩ ને રવિવારના રોજ અમદાવાદ ખાતે દિનેશ હૉલમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો શુભારંભ
રાષ્ટ્રગાન અને ઉપસ્થિત ખાસ અતિથિ વિશેષ મહેમાનોના કર કમલોથી દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમ ને અનુરૂપ આપેલ વક્તવ્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહયું હતું.
ધોરણ ૫ - થી શરૂ કરી ઉચ્ચ સ્નાતક સુધી ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને મંચ પરથી શિલ્ડ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે બાળકો વિજેતા કેટેગરીમાં જોડાઈ ન શક્યા તે તમામને આશ્વાસન રૂપી ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરિવાર પરિચય માટે, પાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના પરિવારના ફોટા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યા હતા, જે આ વર્ષે કાર્યક્રમ માટે પ્રથમવાર કરવામાં આવેલ નવીન કાર્ય હતું.
આ કાર્યક્રમમાં સમાજનાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ સૂટ /બ્લેઝરમાં જ આવ્યા હતા. સમાજના બાળકો અને યુવાનો દ્વારા ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં સોની સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર, ઈડર, કલોલ, ઉદેપુર, કુક્ષી, સુરત, જાલોર, ભીનમાલ અને વિવિધ શહેરોના આગેવાનોની હાજરીએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સમાજના દરેક લોકો સાથે મળીને ભોજન બાદ વિદાય લીધી હતી. આમ, અમદાવાદ ખાતે યોજાયેલ શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર યુવા સંગઠન અમદાવાદ દ્રારા આયોજીત શિક્ષણ જાગૃતિ માટેનાં આ કાર્યક્રમમાં સૌ જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.