ઝારખંડ: કોંગ્રેસના 3 MLAના ધારાસભ્ય પદ સંકટમાં, કેશ કાંડ મામલે સ્પીકરે નોટિસ ફટકારી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jharkhand-mla-post-of-3-congress-mlas-in-jeopardy-speaker-issues-notice-over-cash-scandal/" left="-10"]

ઝારખંડ: કોંગ્રેસના 3 MLAના ધારાસભ્ય પદ સંકટમાં, કેશ કાંડ મામલે સ્પીકરે નોટિસ ફટકારી


- ત્રણેય આરોપી ધારાસભ્યોએ ત્રણ અન્ય ધારાસભ્યો કુમાર જયમંગલ, ભૂષણ બાડા અને શિલ્પી નેહા તિર્કીને સરકાર પાડવા માટે ઓફર કરી હતીરાંચી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારઝારખંડમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. ઝારખંડ વિધાનસભા અધ્યક્ષ સ્પીકર રવિન્દ્ર મહતોએ કેશ કાંડ મામલે 3 ધારાસભ્યો ડો. ઈરફાન અંસારી, નમન વિક્સલ કોંગાડી અને રાજેશ કચ્છપને નોટિસ મોકલી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમની ભલામણ પર આ નોટિસ ત્રણેયની ધારાસભ્ય પદને ખતમ કરવા માટે મોકલવામાં આવી છે. તેઓને 1 સપ્ટેમ્બર સુધીમાં મેઈલ અથવા એડવોકેટ દ્વારા તેમનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.ફરિયાદ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય આરોપી ધારાસભ્યોએ ત્રણ અન્ય ધારાસભ્યો કુમાર જયમંગલ, ભૂષણ બાડા અને શિલ્પી નેહા તિર્કીને સરકાર પાડવા માટે ઓફર કરી હતી. તેના માટે મંત્રી પદ અને 10-10 કરોડની ઓફર આપવામાં આવી હતી. આ ધારાસભ્યોએ તેમની લેખિત ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, આ આધાર પર ડો. ઈરફાન, નમન વિક્સલ અને રાજેશની વિધાનસભાની સદસ્યતા ખતમ કરવાની કાર્યવાહી કરવામાં આવે. ત્રણેય ધારાસભ્યોએ કહ્યું કે, જે આરોપમાં નોટિસ આપવામાં આવી છે તે ખોટી છે. અમારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. તે ત્રણેય 1 સપ્ટેમ્બરના રોજ પોતાનો જવાબ વિધાનસભા અધ્યક્ષને આપી દેશે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો જયમંગલ સિંહ ઉર્ફે અનૂપ સિંહ, શિલ્પી નેહા તિર્કી અને ભૂષણ બાડાએ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમને આ સંબંધિત ફરિયાદ મોકલી હતી. તેના આધારે આલમે સ્પીકરને વિનંતી કરી હતી કે, ત્રણેય ધારાસભ્યો પક્ષ વિરોધી હોવાથી તેમની સામે પક્ષપલટાનો કેસ ચલાવવામાં આવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]