NDA સાથે JDUનું બ્રેકઅપ, જાણો JDU-RJD વચ્ચે ઘણાં સમયથી વધતી ઘનિષ્ઠતાના સંકેતો - At This Time

NDA સાથે JDUનું બ્રેકઅપ, જાણો JDU-RJD વચ્ચે ઘણાં સમયથી વધતી ઘનિષ્ઠતાના સંકેતો


- જાતિ આધારીત વસ્તી ગણતરી, ઈફ્તાર પાર્ટી સહિત અનેક મુદ્દે નીતીશ કુમારના વર્તનમાં જોવા મળ્યું હતું પરિવર્તનપટના, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર બિહારમાં આખરે રાજકીય વાવાઝોડું આવી જ ગયું અને નીતીશ કુમારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે છેડો ફાડીને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે હાથ મિલાવી લીધો છે. દિલ્હીના રાજકારણમાં પણ વિશેષ સ્થાન ધરાવતા બિહારનો આ ઘટનાક્રમ કાંઈ અચાનક જ નથી બની ગયો. એવું કહેવાય છે કે, જનતા દળ યુનાઈટેડ (JDU) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘનિષ્ઠતા વધી રહી હતી. એક અહેવાલ પ્રમાણે બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ અમુક બાબતોમાં પરિવર્તન જોવા મળ્યું જ હતું. વિધાનસભા પર નજર રાખનારાઓને મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવમાં કોઈક ફેરફાર જોવા મળી રહ્યો હતો. ખાસ વાત એ છે કે, ગત વર્ષે વિધાનસભામાં બંને વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો પરંતુ નીતીશ કુમારે ભવિષ્યમાં કોઈ વિવાદથી બચવાનો નિર્ણય લીધો હતો. સૌથી પહેલો સંકેત- જાતિ આધારીત વસ્તી ગણતરીનીતીશ કુમાર ગત વર્ષે રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારીત વસ્તી ગણતરીની માંગણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. તેમના સાથે 10 દળોના પ્રતિનિધિ મંડળ ઉપરાંત તેજસ્વી પણ હતા. તે સમયે રાજધાનીમાં બંને નેતાઓ વચ્ચે સૌહાર્દ જોવા મળ્યું હતું. તેજસ્વી પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પણ નીતીશ સાથે જોવા મળ્યા હતા અને મુખ્યમંત્રીએ તેમને બોલવા માટેની તક પણ આપી હતી. જોકે અનેક દળ સાથે હોવાના કારણે તેનો કોઈ રાજકીય અર્થ નહોતો નીકળ્યો. બીજો સંકેત- ઈફ્તાર પાર્ટીઆ વર્ષની ઈફ્તાર પાર્ટીમાં નીતીશ કુમારે ખૂબ જ ઉષ્માપૂર્વક તેજસ્વીનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત તેઓ રાજદ નેતાને મુકવા માટે બારણાં સુધી પણ ગયા હતા. એક અહેવાલ પ્રમાણે દિલ્હી પ્રવાસ તથા ઈફ્તાર પાર્ટી દરમિયાન બંને નેતાએ જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે ચર્ચા કરવા માટે એક બેઠક પણ કરી હતી. ત્રીજો સંકેત- લાલુના આવાસ ખાતે CBIનો દરોડોબિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાને જ્યારે CBIએ દરોડો પાડ્યો ત્યારે JD(U)એ તે અંગે કોઈ જ ટીકા નહોતી કરી કે કોઈ જ પ્રતિક્રિયા પણ નહોતી આપી. લાલુ યાદવની નજીકના ગણાતા ભોલા યાદવની ધરપકડ વખતે પણ પાર્ટીએ ખાસ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. 2017માં જ્યારે આ પ્રકારે દરોડો પડ્યો અને આવી ઘટનાઓ બની ત્યારે નીતીશે રાજદથી અંતર બનાવી દીધું હતું. ચોથો સંકેત- PM મોદીનો પટના પ્રવાસવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને જ્યારે પટનાની મુલાકાત લીધી ત્યારે નીતીશ કુમારે એ સુનિશ્ચિત કર્યું હતું કે, તેજસ્વીને પણ સ્ટેજ શેર કરવાની તક મળે. જ્યારે 2017માં પ્રદેશની રાજધાની પટના ખાતે પ્રકાશ પર્વ દરમિયાન નીતીશ કુમારે રાજદ નેતાને ખાસ કોઈ તક નહોતી આપી. આ પણ વાંચોઃ ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતીશ કુમારે CM પદેથી આપ્યુ રાજીનામુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.