કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરી એક વખત કોરોનાની લપેટમાં - At This Time

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરી એક વખત કોરોનાની લપેટમાં


- આ અગાઉ પ્રિયંકા ગાંધી 3 જૂનના રોજ કોરોના પોઝિટિવ થયા હતાનવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2022, બુધવારકોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરી એક વખત કોરોનાની લપેટમાં આવ્યા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, તેઓ ફરી કોરોના સંક્રમિત થયા છે. તેમણે જણાવ્યું કે, તેઓ ઘરે જ આઈસોલેટ થયા છે અને પ્રોટોકોલનું પાલન કરશે. Tested positive for covid (again!) today. Will be isolating at home and following all protocols.— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 10, 2022 પ્રિયંકા ગાંધી બે મહિનામાં બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. આ અગાઉ તેઓ 3 જૂનના રોજ કોરોના પોઝિટિવ થયા હતા. ત્યારે તેમના માતા સોનિયા ગાંધી પણ કોરોના પોઝિટીવ થયા હતા. જોકે, ત્યારે પણ તેઓ ઘરમાં જ આઈસોલેટ થયા હતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું.દેશમાં આજે કોરોનાના 16,047 નવા કેસ નોંધાયાકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ આજે દેશમાં કોરોનાના 16,047 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 19,539 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ હવે દેશમાં કોરોનાના સક્રિય કેસ 1,28,261 પર પહોંચી ગયા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.