વિરપુરના હાંડીયા રોડ પર પેસેન્જર રીક્ષા પલ્ટી ખાતા પાચને ઈજાઓ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jba1pcyeh6wpxjny/" left="-10"]

વિરપુરના હાંડીયા રોડ પર પેસેન્જર રીક્ષા પલ્ટી ખાતા પાચને ઈજાઓ…


વિરપુર હાંડીયા રોડ પર પેસેન્જર રીક્ષા પલટી જતા પાંચ થી વધુ પેસેન્જરને ઇજા થઇ હતી આ ઘટના હાંડીયા ગામ નજીક બની હતી. જયાં પેસેન્જર લઇને જતી રીક્ષા અચાનક પલટી મારી ગઇ હતી બેઠેલા પેસેન્જરોને નાની મોટી ઇજા થઇ હતી. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લુણાવાડા હોસ્પિટસ ખાતે ખસેડાયા હતા આ તમામ બાયડ થી વિરપુર આવના હોવાનું જાણવા મળેલ છે ત્યારે
સ્થાનીક લોકો દ્વારા મળતી વિગતો અનુસાર પેસેન્જર રીક્ષા
GJ09- AV 6252 બાયડથી વિરપુર તરફ આવી રહી હતી તે દરમ્યાન હાંડીયા ગામથી રીક્ષા ચાલકનો સ્ટેરીંગ પાવર ગુમાવી જતાં રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈ પલટી મારી હતી તે દરમ્યાન અંદર બેઠેલા અંદાજીત પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત દરમ્યાન રીક્ષા ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો ત્યારે હાલ તો આ અકસ્માતમાં કોને કેટલું વાગ્યું છે તેમજ મુસાફરો ક્યાંના છે તે વિગતો બહાર નથી આવી ત્યારે રીક્ષા ચાલકની બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]