ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢમાં લોક ભાગીદારીથી નિર્માણ પામેલ અદ્યતન સુવિધા સાથેનું એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું - At This Time

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢમાં લોક ભાગીદારીથી નિર્માણ પામેલ અદ્યતન સુવિધા સાથેનું એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું


તા. ૧૮ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે ઝાંઝરડા રોડ ખાતે લોક ભાગીદારીથી નિર્માણ પામેલ અદ્યતન સુવિધા સાથેના એસ.ઓ.જી. એટલે કે, સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે પોલીસના જવાનોએ ગાર્ડ ઓફ ઓર્નર આપી પોલીસ જવાનોએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ સાથે ગૃહરાજ્યમંત્રીશ્રીએ તકતી અનાવરણ કરીને અને રિબિન કાપીને એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનને ખુલ્લુ મૂક્યું હતું.અદ્યતન સુવિધાસભર આ પોલીસ સ્ટેશનમાં પી.આઈ.- પી.એસ.આઈ ચેમ્બર, લોકઅપ રૂમ, ૨ ઈન્ટ્રેગેશન રૂમ, સાઈબર સેલ, કોમ્પ્યુટર રૂમ, ફિલ્ડ રૂમ, ઓફિસ રૂમ સહિત ૧૧ જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય સર્વ શ્રી સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિત શર્મા આઈ.જી.પી. શ્રી મંયકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, પી.આઈ. શ્રી ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.