ધ્રાંગધ્રા શિખર સ્કૂલ પાછળ કચરો નાખવાની બાબતમાં યુવાન ઉપર હુમલો એક મહિલા સહીત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ - At This Time

ધ્રાંગધ્રા શિખર સ્કૂલ પાછળ કચરો નાખવાની બાબતમાં યુવાન ઉપર હુમલો એક મહિલા સહીત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ


ધ્રાંગધ્રા શહેરમાં શિખર સ્કૂલ પાછળ નદીમાં કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં નદીની જગ્યાને માલિકીની ઘોષિત કરી આજુબાજુ કચરો નહિ નાખવાનો તેમ હુકમ ચલાવી એક યુવાન ઉપર હુમલો કરી આંખ ઉપર અને માથાના ભાગે મૂઢમાર મરાતા એક મહિલા સહિત ત્રણ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ધ્રાંગધ્રા શહેરમાં શિખર સ્કૂલ પાછળ નદીમાં કચરો નાખવા જેવી સામાન્ય બાબત ઝગડામાં પરિણમી હતી જેમાં સાહેદ નજીર હાંકડાંની બેન નદી માં કચરો નાખવા જતા જેમ ફાવે તેમ બોલવા લાગતા નજીર હાંકડા દ્રારા પોતાના જ વિસ્તારના રોહિત ગોલતરને કેહવા જતા નજીર હાંકડા ઉપર રોહિત ગોલતર, સુરાભાઈ ગોલતર અને લીલાબેનએ હુમલો કરાતા માથા અને આંખના ભાગે ઈજાઓ પહોંચાડવાની ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એક તકે નદીમાં પોતાનો વાળો બાંધેલ હોઈ રોહિત ભરવાડ દ્રારા જગ્યાને માલિકીની ઘોષિત કરી આજુબાજુ કચરો નહિ નાખવાનો તેમ જોહુકમી ચલાવી હતી તો જો કે નદી સરકારી વિરાસત હોવાથી નદીમાં દબાણ કરી વાળો બાંધવો પણ ગેરકાયદેસર જ છે ત્યારે તેના ઉપરની માલિકી પણ ગેરવ્યાજબી છે હાલ સીટી પોલીસ નજીરભાઈ હાકડાંને ઇજા પહોંચાડનાર રોહિત તેના પિતા સુરાભાઈ અને માતા લીલાબેન ગોલતર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા ગતિમાન બની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.