સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજન - At This Time

સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજન


લીંબડી પ્રાંત અધિકારીએ બ્લેકસ્ટોન કવોરી એસોસિએશન, સાયલાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની મીટિંગ યોજાઈ.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૦૯- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સવેતન રજા મળે તે સુનિશ્ચિત કરવા સહિત મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે શ્રેણીમાં લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈના અધ્યક્ષસ્થાને ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા સુરેન્દ્રનગર બ્લેકસ્ટોન કવોરી એસોસિએશન, સાયલાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની પ્રાંત કચેરી, લીંબડી ખાતે મીટિંગ યોજાઈ હતી આ મીટીંગમાં એસોસિએશન હેઠળ આવેલી આશરે ૧૦૦ જેટલી ક્વોરી લીઝમાં કામ કરતા ડ્રાઈવર અને અન્ય કામદારો મળી આશરે કુલ ૫૭૦૦ જેટલા લોકો તથા તેઓના પરિવારના મતદારયાદીમાં સમાવિષ્ટ તમામ લોકો આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અચુક મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવામાં આવે તેમજ ચૂંટણી પંચ દ્વારા જે કોઈ પણ સૂચન કરવામાં આવે તેમાં સહયોગ આપવા અંગે MoU કરવામાં આવ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.