NSS-UNIT શ્રી એન કે મહેતા એન્ડ શ્રીમતી એમ એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણ દ્વારા વાર્ષિકશિબિરનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/izv3leohgyqoy9lq/" left="-10"]

NSS-UNIT શ્રી એન કે મહેતા એન્ડ શ્રીમતી એમ એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણ દ્વારા વાર્ષિકશિબિરનું આયોજન


દલાખાંટના મુવાડા, મૂનખાંટના મુવાડા પ્રાથમિક શાળામાં સાફ-સફાઈ તેમજ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગેની માહિતી આપવામાં આવી હતી.વાર્ષિકશિબિરનું પણ ઉદ્ઘાટન કરી આ દિવસે મુખ્ય મહેમાન ડૉ.અવનીબા મોરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મહીસાગરથી બીપીનભાઈ પંચાલ, કડાણા તાલુકા ઉપપ્રમુખ, ગામના સરપંચ, ઉપસરપંચ, ડૉ.જે કે પટેલ, કમલેશભાઈ પટેલ, ભુરાભાઈ ચમાર-બીઆરસી-કડાણા, હરીશભાઈ પટેલ સી.આર.સી કડાણા, પ્રિન્સિપાલ ડૉ.સી એમ પટેલ, વિજયભાઈ ખાંટ, દેવાભાઈ ડામોર- સરપંચ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વિદ્યાર્થીઓને વિકસિતભારત, મહિલા સશક્તિકરણ, નશામુક્તભારત જેવા વિષયો પર માહિતી આપીને માહિતગાર કર્યા હતા સાક્ષીસંસ્થા-ધ રકસિન પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં અવેરનેસ આવે તેમજ બાળકો શારીરિક અત્યાચારોની સમજ કેળવે એ માટેનો ઓનલાઈન કાર્યક્રમ અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ ડૉ.સત્યમ જોશી દ્વારા રાખવામાં આવ્યો હતો. સમગ્ર દલાખાંટના મુવાડા અને મુનખાંટના મુવાડાના ગામમાં નશામુક્તિ, સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો પણ જોડાઈને ખૂબ જ સારો સહકાર આપ્યો હતો.આ કાર્યક્રમની પૂર્ણાહુતિનો કરી હતી જેમાં ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષ સ્થાને તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.અનિલ સોલંકી, અતિથિ વિશેષ તરીકે બીપીનભાઈ પંચાલ, મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ- ઉપસરપંચ તેમજ અગ્રગણ્ય વડીલોએ હાજરી આપી હતી. શાળાના આચાર્ય ડૉ.સી.એમ.પટેલ તેમજ અમારા માલવણ એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી ભદ્રકુમાર મોદી, પિયુષભાઈ દાણી, પ્રશાંતભાઈ દાણી અને અન્ય વડીલો, કોલેજનો સ્ટાફ, શાળાનો સ્ટાફ અને એન.એસ.એસના સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જે સામાજિક સંદેશ પણ આપ્યો છે અને અંતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસના સ્વયંસેવકોએ જ કર્યું હતું‌ તેમજ કાર્યક્રમનીઅંતે ભોજન કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]