જસદણ ડેપો મેનેજરની મનમાની : તાલુકા પંચાયતના સભ્યએ આપી અરજી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iwijnigbti895zj8/" left="-10"]

જસદણ ડેપો મેનેજરની મનમાની : તાલુકા પંચાયતના સભ્યએ આપી અરજી


જસદણ ડેપો મેનેજરની મનમાની : તાલુકા પંચાયતના સભ્યએ આપી અરજી

જસદણ નવું બસ સ્ટેશન જે મુખ્ય બસ સ્ટેશન છે અને આ બસ સ્ટેશનમાં અધિકૃત ડેપો મેનેજર ની અવાર નવાર બેદરકારી સામે આવી રહી છે ત્યારે આજરોજ જસદણ તાલુકા પંચાયતના સભ્ય શ્રી એ ડેપો મેનેજરને લેખિતમાં અરજી પાઠવી હતી કે ખારચીયા ગામ ની સવારે 6:30 વાગે જે બસ ચાલુ હતી તે કાયમી ધોરણે ચાલુ કરવામાં આવે તે બસ થકી ખારચીયા ગામ ના ૭૦થી ૮૦ જેટલા વિદ્યાર્થીઓ રોજે જસદણ ખાતે અપડાઉન કરે છે અને આ બસમાં સામાન્ય લોકો પણ નિયમિત રીતે પોતાનું ગુજરાન ચલાવવા જસદણ મજૂરી કરવા આવે છે અને હા બસ ચાલતા ચાલતા બંધ કરી દેવામાં આવે છે ઉપરાંત જસદણ બસ સ્ટેશન પૂછપરછની બારીએ જાણ કરતાં કાંઈ જવાબ નથી આપવામાં આવતો અને પૂછપરછની બારીએ જે નંબર મૂકવામાં આવ્યો છે તે ફોન મોટાભાગે બંધ રહે છે અને બસના રૂટ ની માહિતી પૂછવામાં આવે છે ત્યારે લેખિતમાં માંગણી કરે છે. જસદણ ડેપો મેનેજર કામગીરીમાં ખૂબ જ રસ દાખવે છે આ મેનેજરને ફક્ત અને ફક્ત ગુજરાત સરકારનો પગાર ખાવામાં જ રસ છે તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે પણ બસ સ્ટેશન ની સાફ સફાઈ અંગે કે ગામના નવા રૂટ ચાલુ કરવાની વાત આવે ત્યારે આ મેનેજર ઉપરના તંત્ર ના ખંભે ટોપલા ફેકે છે. જસદણ તાલુકાના અનેક ગામના રૂટ બંધ છે ત્યારે લોકોએ સામે ચાલીને આ મેનેજરને લેખિતમાં અરજી ઓ આપવી પડે છે અને અરજીઓ આપવા છતાં આ બેદરકાર મેનેજર અરજીનો નિકાલ નથી કરી શકતા ત્યારે આવા ઘણા પ્રશ્નો થી જસદણ શહેર ડેપો મેનેજર થી નારાજગી પામ્યું છે.

Report Rasik visavaliya 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]