લો બોલો ભાજપની સરકારમાં ખારચીયા ગામે રોજે લાઈટનો કાપ : પીજીવીસીએલના ઠાગા થૈયા - At This Time

લો બોલો ભાજપની સરકારમાં ખારચીયા ગામે રોજે લાઈટનો કાપ : પીજીવીસીએલના ઠાગા થૈયા


લો બોલો ભાજપની સરકારમાં ખારચીયા ગામે રોજે લાઈટનો કાપ : પીજીવીસીએલના ઠાગા થૈયા

હાલ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં મોટા મોટા નેતાઓ મોટી વાતો ના બણગાં ફૂંકે છે ત્યારે જસદણ તાલુકાના ખારચીયા ગામે જ્યોતિ ગ્રામ યોજના હેઠળ જે 24 કલાક લાઈટ રહેવું જોઈએ તેના બદલે આ ગામમાં દિવસે અને રાત્રે રોજે લાઇટનો કાપ મૂકવામાં આવે છે. ત્યારે આ ગામના રહીશો અને જસદણ તાલુકા પંચાયતના સભ્ય પીજીવીસીએલ કચેરી જસદણ ખાતે ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવે અથવા લાઈટ ના પ્રશ્નો બાબતે ફોન કરવામાં આવે છે ત્યારે જસદણ પીજીવીસીએલમાં જવાબદાર અધિકારી કોઈ જવાબ નથી આપતા. ફોન ન ઉપાડ વાની બાબત જસદણ પીજીવીસીએલ માટે શરમજનક બાબત કહેવાય. આવા બેદરકાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ કરાઇ રહી છે. આ તકે જસદણ તાલુકા પંચાયતના સભ્ય પોતે જસદણ પીજીવીસીએલમાં ફરિયાદ દાખવી હતી.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.