શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા મહિલાઓ માટે ઈંગ્લીશ સ્પીકિંગ ના ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા મહિલાઓ માટે ઈંગ્લીશ સ્પીકિંગ ના ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું


શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા મહિલાઓ માટે ઈંગ્લીશ સ્પીકિંગ ના ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષ ની ઉજવણી અંતર્ગત આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ એટલે ૮ માર્ચ થી પરિવાર ની બહેનો માટે ઈંગ્લીશ સ્પીકિંગ ના ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા પરિવાર ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા એ જણાવ્યું કે શ્રી વઘાસીયા પરિવાર સુરત માટે વર્ષ ૨૦૨૪-૨૫ નું વર્ષ સિલ્વર જ્યુબીલી વર્ષ છે અને આ ઉજવણી ના ભાગ રૂપે વર્ષ દરમિયાન ૨૫ કરતા વધારે કાર્યકમો નું આયોજન કરેલ છે. આ સિલ્વર જ્યુબીલી વર્ષ ની ઉજવણી અંતર્ગત અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ થી પરિવાર ની મહિલાઓ માટે આ સ્પોકન ઈંગ્લીશ ના ક્લાસ નું આયોજન કરેલ છે . વર્તમાન સમય માં ઘણા પરિવાર માં બાળકો ઈંગ્લીશ મીડીયમ માં ભણતા હોઈ છે ત્યારે ઘર કામ કરતી મહિલાઓ પણ જો થોડું ઘણું ઈંગ્લીશ જાણતા હોઈ તો અભ્યાસ કરાવવા માં સરળતા રહે તેમજ કોરોના પછી જયારે મહિલાઓ નાના મોટા બીઝનેસ કરી રહી છે આ બીઝનેસ માં પણ ઈંગ્લીશ ભાષા ઉપયોગી થઇ શકે એ માટે આ કોર્ષ નું આયોજન કરેલ છે. આ કોર્ષ આઇડીયલ ઈમિગ્રેશન અને વિઝા ના સહયોગ થી ચલાવવા માં આવશે. આ અંગે વધુ માહિતી આપતા આઇડીયલ ઈમિગ્રેશન ના માલિક અને વઘાસીયા પરીવાર ના યુવા ટીમ ના સદસ્ય , વઘાસીયા પરિવાર બીઝનેસ ક્લબ ના ચેરમેન શ્રી આશિષ ભાઈ વઘાસીયા એ જણાવ્યું કે આ કોર્ષ પિસ્તાલીસ દિવસ નો રહેશે અને કોર્ષ દરમિયાન જરૂરી સાહિત્ય પણ ક્લાસ પરથી પૂરું પાડવામાં આવશે અને કોર્ષ પૂર્ણ થયે તમામ બહેનો ને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. હાલ આ પ્રથમ બેચ માં શ્રી વઘાસીયા પરિવાર ની ૨૫ જેટલી બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. અને જરૂર પડશે તો અન્ય બેચ પણ ચાલુ કરીશું. આ કોર્ષ નો શુભારંભ મહિલા પ્રમુખ વિપુલાબેન , મહિલા મંત્રી લીનાબેન, મહિલા કમિટી મેમ્બર વનીતાબેન તેમજ અન્ય બહેનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ . આ શુભારંભ પ્રસંગે પૂર્વ પ્રમુખ વિનુભાઈ, કેશુભાઈ તેમજ યુવા ટ્રસ્ટી અનિલભાઈ ઉપરાંત બંને યુવા ઉપ પ્રમુખો ચિરાગભાઈ તેમજ ગૌતમભાઈ અને કમિટી મેમ્બર લલીતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.