સરકાર બનાવવી સહેલી છે પણ દેશ બનાવવાનુ કામ વધારે અઘરુ છેઃ પીએમ મોદી - At This Time

સરકાર બનાવવી સહેલી છે પણ દેશ બનાવવાનુ કામ વધારે અઘરુ છેઃ પીએમ મોદી


નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2022પીએમ મોદીએ શુક્રવારે જલ જીવન મિશન હેઠળ  દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવા માટેના અભિયાનને મોટી સફળતા ગણાવી છે.તેમણે આજે કહ્યુ હતુ કે, સરકાર દેશનુ ઘડતર કરવાના પ્રયાસોના ભાગરુપે વર્તમાન અને ભવિષ્યના પડકારોનુ સમાધાન કરી રહી છે.જળ જીવન મિશન હેઠળ ઘરે ઘરે નળથી પાણી પહોંચાડનાર ગોવા પહેલુ રાજ્ય બન્યુ છે.આવ તમામના પ્રયાસોથી શક્ય બને છે.સરકાર બનાવવા માટે એટલી મહેનત નથી કરવી પડતી જેટલી દેશ બનાવવા માટે કરવી પડે છે.તેમણે કહ્યુ હતુ કે, આપણે તમામે દેશને બનાવવાનો રસ્તો પસંદ કર્યો છે.જેમને દેશની પરવા નથી તેમને દેશના વર્તમાન કે ભવિષ્યથી કોઈ ફરક પડતો નથી.આવા લોકો પાણી આપવાની વાતો કરી શકે છે પણ પાણી આપવા માટે મોટા દ્રષ્ટિકોણથી કામ નથી કરી શકતા.પીએમ મોદીએ આગળ કહ્યુ હતુ કે, માત્ર ત્રણ વર્ષની અંદર જલ જીવન મિશન હેઠળ સાત કરોડ ગ્રામ્ય પરિવારોને પાઈપ થકી પાણીની સુવિધા આપવામાં આવી છે.જ્યારે આઝાદીના સાત દાયકામાં માત્ર ત્રણ કરોડ ગ્રામ્ય પરિવારોને આ પ્રકારની સુવિધા મળી હતી.આજે દેશના કુલ 10 કરોડ ગ્રામ્ય પરિવારો પીવાના પાણીની સુવિધા નળ થકી મેળવી રહ્યા છે.તેમણે કહ્યુ હતુ કે, લોકોની ભાગીદારી, રાજકીય ઈચ્છા શક્તિ અને સંસાધનોનો ઉપયોગ આ મિશનની સફળતા માટે મહત્વપૂર્ણ છે.સરકારના અભિયાનની આ એક મોટી સફળતા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.