જસદણના આટકોટમાં પુત્રીના વિરહમાં પિતાએ ઝેરી દવા પી મોત મીઠું કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/irels4nupw11p1bt/" left="-10"]

જસદણના આટકોટમાં પુત્રીના વિરહમાં પિતાએ ઝેરી દવા પી મોત મીઠું કર્યું


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટમાં રહેતા વૃદ્ધે પરિણીત પુત્રીના મૃત્યુના વિરહમાં ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આટકોટમાં પાણીના ટાંકા પાસે આવેલા સરદાર ચોકમાં રહેતા વલ્લભભાઈ બચુભાઈ કુવરીયા નામના 65 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વલ્લભભાઈ કુવરીયા પાંચ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી હતી પુત્રી હેતલના લગ્ન થઈ ગયા બાદ પુત્રી હેતલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો મૃતક પુત્રીના વિરહમાં પિતા વલ્લભભાઈ કુવરીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]