રાજુલાના વાવેરા ગામે મુશળધાર વરસાદથી 45 ખેડૂતોને જવાનો રસ્તો બંધ થયો તાત્કાલિક ચેકડેમનો દરવાજો ખોલવાની ફરજ પડી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iqs9wrstnlcabxrz/" left="-10"]

રાજુલાના વાવેરા ગામે મુશળધાર વરસાદથી 45 ખેડૂતોને જવાનો રસ્તો બંધ થયો તાત્કાલિક ચેકડેમનો દરવાજો ખોલવાની ફરજ પડી


રાજુલાના વાવેરા ગામે મુશળધાર વરસાદથી 45 ખેડૂતોને જવાનો રસ્તો બંધ થયો
તાત્કાલિક ચેકડેમનો દરવાજો ખોલવાની ફરજ પડી

રાજુલા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસી રહેલા વરસાદમાં આજરોજ વાવેરા ગામે મુશળધાર વરસાદ થવા પામ્યો હતો જેના પરિણામે આજુબાજુના 45 જેટલા ખેડૂતોને પોતાના ખેતરે જવાનો રસ્તો બંધ થવા પામ્યો હતો પરિણામે ખેડૂતોમાં ભારે હાલાકી પડી હતી ઘટનાની જાણ થતા ઇરીગેશન વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી

ખેડૂતોને પડી રહેલી હાડ મારીના પગલે ઈરીગેશનના અધિકારીઓ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ગામના સરપંચ બીસુભાઈ આગેવાનો બાલાભાઈ સાખટ સહિતના આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા

અહીં આવેલા ચેક ડેમમાં સૌની યોજનામાં આ ચેકડેમ ભરવાનો હોય આથી ચેકડેમના દરવાજો બંધ કરી દેવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરિણામે હાલમાં 45 જેટલા ખેડૂતોના હિતમાં આ ચેકડેમનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો હતો ચોમાસા પૂરતો આ દરવાજો ખોલવામાં આવ્યો હતો અને આગામી ઓક્ટોબર માસમાં ફરીથી આ દરવાજો બંધ કરી દેવામાં આવશે જેથી સૌની યોજના અંતર્ગત પાણી ભરી શકાય આજે ખેડૂતોના હિતમાં આ ચેક ડેમ ખોલવાની ફરજ પડી હતી અને ખેડૂતોને પડેલી હાર્ડ મારી તંત્ર એક ઘટના સ્થળે દોડી જાય દૂર કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]