ગરબાડા તાલુકાના સાહડા ગામે બોલેરો ગાડીના ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iqdnz8noxwancios/" left="-10"]

ગરબાડા તાલુકાના સાહડા ગામે બોલેરો ગાડીના ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.


ગરબાડા તાલુકાના સાહડા ગામે બોલેરો ગાડીના ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

ગરબાડા તાલુકાના સાહડા ગામે દાહોદ ગરબાડા હાઇવે પર બોલેરો ગાડીના ચાલકે બોલેરો ગાડી ની આગળ જતી બે બાઇક ચાલકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાઇક ચાલકનું મોત અન્ય એક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગરબાડા તાલુકાના સાહડા ગામે બોલેરો ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે હંકારી જઈ રહ્યો હતો ત્યારે તેની આગળ જઈ રહેલ બે બાઇક ચાલકને અડફેટે લેતા બંને બાઇક ચાલક ફંગોળાઈને દૂર રોડ પર ફેંકાઈ ગયા જતાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બોલેરો ગાડી નો ચાલક ગાડી લઈ નાસી છૂટ્યો હતો જેને સ્થાનિક લોકો એ પીછો કરતા દાહોદ જતાં પકડી પાડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો ઇજાગ્રસ્ત બાઇક ચાલકને ૧૦૮ મારફતે સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]