રાજકોટમાં સ્ક્રેપનો ધંધો કરતાં વેપારીના પાર્ટનર અને CAએ રૂ. 12.77 કરોડનાં બિલ બનાવી છેતરપિંડી આચરી - At This Time

રાજકોટમાં સ્ક્રેપનો ધંધો કરતાં વેપારીના પાર્ટનર અને CAએ રૂ. 12.77 કરોડનાં બિલ બનાવી છેતરપિંડી આચરી


રાજકોટમાં અંબિકા ટાઉનશીપ નજીક રહેતાં અને સ્ક્રેપનો ધંધો કરતાં કલ્પેશભાઈ રાણપરીયા એક વર્ષ માટે મુંબઇ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે ધંધો કરતાં અક્ષય પીપળીયાએ CA ગૌરવ પીઠડીયા પાસેથી 5 હજારમાં કલ્પેશભાઈની પેઢીના GST આઈડી પાસવર્ડ મેળવી માર્ચથી ઓગસ્ટ-2023 સુધીમાં રૂ.12.77 કરોડના બિલ ઉધારી છેતરપીંડી આચરતા એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે રાજકોટમાં અંબિકા ટાઉનશીપ માર્ગ નં-2 નંદન હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં કલ્પેશભાઈ મોહનભાઈ રાણપરીયા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગૌરવ કિરીટ પીઠડીયા અને અક્ષય જેન્તી પીપળીયાનું નામ આપતાં એ ડિવિઝન પોલીસે છેતરપીંડી, IT એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.