સુઈગામ વિદ્યુત બોર્ડ વિજપોલ મેન્ટન્સ,ટ્રી કટિંગ, અને વેલા સફાઈમાં બેદરકાર. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iomuyidhenu7q55l/" left="-10"]

સુઈગામ વિદ્યુત બોર્ડ વિજપોલ મેન્ટન્સ,ટ્રી કટિંગ, અને વેલા સફાઈમાં બેદરકાર.


બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં કોઇપણ સરકારી કર્મચારીને સજાના ભાગરૂપે મુકાય છે, પરંતુ અહીં આવ્યા પછી સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી સજાને બદલે મજા ભોગવતા થઈ જાય છે, જેમાં ખાસ કરીને 24 કલાક જરૂરી એવી લાઈટ માટે ગમે ત્યારે ટીપ આવે કોઈ નક્કી નહિ,એમાં કોઈપણ સીઝનમાં જરાક વરસાદ પડે કે વીજળી ગુલ થઈ જતી હોય છે, જેમાં ખાસ કરીને વિજકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે, ઠેરઠેર વિજપોલઓ અને વિજતારો ઝાડની ડાળીઓ માં ફસાયેલા હોય અને વેલા વીંટલાઈ ને વિજપોલ ને ઢાંકી દે,જેને લઈ ક્યારેક વિજફોલ્ટથી કે કરંટ થી નિર્દોષ પશુઓ કે માનવને નુકશાન થવાનો ભય તોળાઈ રહેતો હોય છે, ખેતરો અને ગામડાઓની શેરીઓમાં તેમજ જ્યાં ત્યાં કેટલીયે જગ્યાએ વિજપોલ પર વીંટળાઈ ગયેલા વેલા વિજતાર સાથે હરીફાઈ કરવા લાગે તોય એ વેલા કે ઝાડની ડાળીઓ ને દૂર કરવાની જાણે વિદ્યુત બોર્ડ સુઈગામ પાસે વીજપોલ મેન્ટન્સ માટે કોઈ ફુરસદ જ નથી તેવું લાગી રહ્યું છે, ક્યારેક કોઈ કામ માટે સોસીયલ મીડિયામાં વાહવાહી કરાવતા વિદ્યુત કર્મીઓને વિજપોલ કે વિજતાર સાથે જોડાયેલા વેલા કે ઝાડની ડાળીઓ દૂર કરવા માટે જાણે સમય જ નથી,ત્યારે કોઈ જાનમાલને નુકશાન થાય તે પહેલાં ઠેર-ઠેર વિજપોલ અને વિજતાર સાથે જોડાયેલા ઝાડની ડાળીઓ અને વેલા દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]