ઉદ્યોગો MSU ની લેબોરેટરી , સાધનોનો ઉપયોગ કરી શકશે . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/inxlpuijqibykfpk/" left="-10"]

ઉદ્યોગો MSU ની લેબોરેટરી , સાધનોનો ઉપયોગ કરી શકશે .


એમ . એસ . યુનિવર્સિટીમાં સેન્ટ્રલ રીસર્ચ ફેસેલીટી ઉભી કરવામાં આવશે . વડોદરા નજીક આવેલી ઇન્ડ્રસ્ટ્રીઝ યુનિવર્સિટીની લેબોરેટરી તથા ટેકનીકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી શકશે . વેબસાઇટ પરથી સ્લોટ બુક કરાવીને નિયત ફી ચૂકવીને કંપનીઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે . જેને પગલે યુનિવર્સિટીને આવક પણ થશે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ સચવાશે . યુનિવર્સિટીની સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીઓમાં કરોડો રૂપિયાની કિમતના ટેક્નિકલ સાધનો છે . જે વિદ્યાર્થીઓના રીસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે . સાયન્સ ફેકલ્ટીમાં વિવિધ લેબોરેટરીઓ પણ આવેલી છે . યુનિ . માં આવેલી લેબોરેટરી અને વિવિધ સાધનોમાંથી દરેકનો રોજે રોજ ઉપયોગ થતો હોતો નથી . જેને પગલે તે સાધનો પડયા પડયા બગડી જાય છે . જેના કારણે યુનિવર્સિટી દ્વારા સાધનોનો વપરાશ પણ થાય અને તેના થકી નવી આવક પણ ઉભી થાય તે માટે યુનિવર્સિટીમાં સેન્ટ્રલ રીસર્ચ ફેસેલીટી ઉભી કરવામાં આવનાર છે . જેનો ઉપયોગ વડોદરાની આજુ બાજુ આવેલી ઇન્ડસ્ટ્રીઝ કરી શકશે . આ અંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો . વિજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે , શહેરની આજુ બાજુ ઘણી બધી એમએસએમઇ ઉદ્યોગો આવેલા છે . જેમાં દરેક કંપની પાસે રીસર્ચ માટે પૂરતા સાધનો હોતા નથી . યુનિવર્સિટી પાસે સાધનો ઉપલબ્ધ છે જેથી તેનો ઉપયોગ ઉદ્યોગો કરી શકે અને સાધનો ઉપયોગમાં પણ લેવાય અને યુનિવર્સિટીને આવક પણ થાય તેવા આશય સાથે આ શરૂ કરવામાં આવનાર છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]