વડોદરાના સયાજીબાગ ઝૂમાં રાજ્યની બીજી બર્ડ એવિયરી ખુલ્લી મુકાઈ , 80 પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g0lauxi3siofzpiz/" left="-10"]

વડોદરાના સયાજીબાગ ઝૂમાં રાજ્યની બીજી બર્ડ એવિયરી ખુલ્લી મુકાઈ , 80 પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે .


વડોદરાના સયાજીબાગ ઝૂ ખાતે આજે રાજ્યની બીજી એવિયરી ( પક્ષી સંગ્રહાલય ) નું મેયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે . રૂ . 14. 21 કરોડના ખર્ચે બનેલી એવિયરીમાં 80 પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે . આ વોક ઇન એવિયરીમાં ઇન્ડિયન એક્વાટિક અને એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે . એવિયરી બોલતા પોપટ પણ છે કેવડિયા બાદ રાજ્યની આ બીજી એવિયરી છે , જેમાં દક્ષિણ અમેરિકા , આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બ્લેક લૌરી , બોલતા પોપટ , કાકાકૌટા , એમેઝોન પેરટ્સ , કેટરિંગ લોરી અને કન્નૂરની વેરાઇટિઝ છે . આ પક્ષીઓની ખાસિયત એ છે કે , તે વિષુવવૃત્ત , કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના પ્રદેશોના છે . જેથી તે સહેલાઇથી વડોદરાના વાતાવરણમાં અનુકુલન સાધી લેશે . હાલ ઝુમાં વિવિધ પ્રજાતિઓના 750 પક્ષીઓ છે . 10 થી 12 પ્રકારના દેશી પક્ષીઓ હશે લાઈક પહેલા ડોમમાં દેશી પક્ષીઓ જેમાં બતક , બગસા , કુંજ અને ઢોંક જેવા 10 થી 12 પ્રકારના દેશી પક્ષીઓ હશે . જ્યારે બીજા ડોમમાં કાળો હંસ , ગાજ હંસ , એમેઝોન પેરટ , ગોલ્ડન ફ્રીન્જ , બ્લેક લોરી જેવા વિદેશી પક્ષીઓ હશે . આ માટે વિશેષ જળાશય , નૈસર્ગિક વાતાવરણ જેવી વ્યવસ્થા કરાઇ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]