રોહિંગ્યાઓને ઘર આપવાને બદલે ભારતની બહાર કરો: VHPના આલોક કુમાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/instead-of-housing-rohingyas-push-them-out-of-bharat-alok-kumar/" left="-10"]

રોહિંગ્યાઓને ઘર આપવાને બદલે ભારતની બહાર કરો: VHPના આલોક કુમાર


નવી દિલ્હી. 17 ઓગસ્ટ, 2022,બુધવાર વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યકારી પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે કહ્યું કે, અમે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીનું નિવેદન જોઈને સ્તબ્ધ છીએ. રોહિંગ્યાઓને શરણાર્થી ગણાવતા પુરીએ તેમને દિલ્હીના બકરવાલામાં EWS ફ્લેટ ફાળવવાની વાત કરી છે.આ નિવેદનને લઇને આલોક કુમારે કહ્યું છે કે, તેઓ  પુરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની યાદ અપાવવા માંગે છે. તેમણે 10 ડિસેમ્બર, 2020 ના રોજ સંસદમાં જાહેરાત કરી હતી કે, રોહિંગ્યાઓને ( Rohingyas) ભારતમાં ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. આલોક કુમારે કહ્યું કે, રોહિંગ્યાઓ શરણાર્થી નથી,ઘૂસણખોર છે આ ભારત સરકારનું સ્પષ્ટ મંતવ્ય છે અને ભારતે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં પણ એવું જ કહ્યું છે. હકીકત એ છે કે, પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓ દિલ્હીના મજનુ કા ટીલા વિસ્તારમાં અમાનવીય સ્થિતિમાં જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં રોહિંગ્યાઓને આવાસ આપવાનો પ્રસ્તાવ વધુ નિંદનીય બની જાય છે.તેથી જ વિશ્વ હિંદુ પરિષદ ભારત સરકારને આ મુદ્દા પર પુનર્વિચાર કરવા વિનંતી કરે છે અને રોહિંગ્યાઓને આવાસ આપવાને બદલે તેમને ભારતમાંથી દેશનિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]