મુસાફરો માટે યાતાયાતની સુવિધા વધારવા રાજય સરકારે કેબિનેટ બેઠકમાં લીધો મોટો નિર્ણય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ini2apxiin6y1yff/" left="-10"]

મુસાફરો માટે યાતાયાતની સુવિધા વધારવા રાજય સરકારે કેબિનેટ બેઠકમાં લીધો મોટો નિર્ણય


નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો કરવા નવીન ૧૫૧ એસ.ટી. બસો શરૂ કરાશે તેમ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. પર્યાવરણના જતનની સાથે સાથે યાતાયાત સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી ત્રણ નવીન એલએનજી બસ સેવાઓ નાગરિકોની સેવાઓમાં ઉપલબ્ધ કરાશે.
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે આશયથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ૧૫૧ જેટલી નવીન એસ.ટી.બસોનો ઉમેરો કરી નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ નવીન બસોની વિગતો આપતાં કહ્યું હતું કે, આ ૫૦૦ સુપર એક્સપ્રેસ વાહનો પૈકી ૧૫૧ નવા સુપર એક્સપ્રેસ વાહનો હાલમાં તૈયાર થઇ ગયા છે જયારે બાકીના વાહનો તબક્કાવાર તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થયેલ બસો નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. આ ૧૫૧ નવી સુપર એક્સપ્રેસ બસમાં બાવન મુસાફર માટે આરામદાયક સિવિધા માટે ૩x૨ હાઈબેક શીટ, ઇન-સાઈડ આકર્ષક દેખાવ માટે ACP શીટ, ગ્રેબરેલ પાઇપ અને કંડકટર પાર્ટીશન,બાહ્ય આકર્ષક દેખાવ માટે ફ્રન્ટ અને રિયરમાં FRP શો, VLT અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યુ કે, પર્યાવરણના જતનની સાથે સાથે નાગરિકોની યાતાયાત સુવિધાઓમાં વધારો થાય તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવીન એલએનજી બસ નાગરિકોની સેવાઓમાં ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કર્યો છે. નિગમ દ્વારા ત્રણ ડિઝલ બસને LNG બસમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેના પરિણામે પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણનું જતન થશે

-  ૩૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા એસ.ટી નિગમને દર વર્ષે બજેટમાં નવા વાહનો ખરીદવા માટે માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેથી નિગમ દ્વારા દર વર્ષે પ્રજાની સેવામાં નવા વાહનો મૂકવામાં આવે છે. નવા વાહનો સંચાલનમાં મૂકાતા તેટલી સંખ્યામાં આયુમર્યાદા પૂર્ણ કરેલ બિનઉપયોગી વાહનો દૂર કરવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ૫૦૦ સુપર એક્સપ્રેસ, ૩૦૦ લક્ઝરી તથા ૨૦૦ સ્લીપર કોચ એમ કુલ ૧૦૦૦ નવા વાહન ખરીદવા રૂ. ૩૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]