ગોવાથી જુગારમાં જીતેલી ૨૧ લાખની રોકડ સાથે ત્રણ વ્યક્તિઓ ઝડપાયા - At This Time

ગોવાથી જુગારમાં જીતેલી ૨૧ લાખની રોકડ સાથે ત્રણ વ્યક્તિઓ ઝડપાયા


અમદાવાદઅમદાવાદ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાંચે બાવળા-બગોદરા હાઇવે પર
ભાયલા ગામ નજીક શનિવારે રાત્રે એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા ભાવનગરમાં રહેતા
ત્રણ વ્યક્તિઓ પાસેથી  ૨૧ લાખ રૂપિયાની રોકડ
અને  ૮૪ હજાર રૂપિયાની કિંમતની બ્રાંડેડ દારૂની
બોટલો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ રોકડ ગોવામાં જુગાર રમીને જીતી હોવા અને દારૂ
પણ કારમાં છુપાવીને ગોવાથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આરોપીઓએ આ દારૂ
અને રોકડ ગોવાથી હવાઇ માર્ગે લાવ્યા હોવાનું નિવેદન નોંધાવ્યું હતું. પરંતુ, 
પોલીસને ફ્લાઇટની ટિકીટ કે 
બોર્ડીંગ પાસ ન મળ્યા નહોતા. જેથી  ગોવાથી
કારમાં જ આ દારૂ અને રોકડ લાવવામાં આવી હતી. જે અંગે કેરાલા જીઆઇડીસી પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે. ૮૪ હજાર રૂપિયાની કિંમતની બ્રાંડેડ દારૂની ૨૪ બોટલો પણ મળી આવીઃ
ગોવાથી વિમાન માર્ગે જ દારૂ લાવ્યા હોવાનું નિવેદન નોંધાવ્યું

અમદાવાદ ગ્રામ્યની એલસીબીના સ્ટાફે શનિવારે રાતના સમયે બાવળા-બગોદરા
હાઇવે પર આવેલા ભાયલા ગામ પાસે વાહનચેકિંગ દરમિયાન ભાવનગર તરફ જઇ રહેલી એક લક્ઝરી એસયુવી
કારને રોકીને તપાસ કરતા તેમાંથી બ્રાંડેડ દારૂની ૨૪ બોટલો મળી આવી હતી. જે ઓન્લી ેસેલની
ગોવાના લેબલ સાથે હતી. સાથેસાથે તપાસ કરતા બેગમાંથી રૂપિયા ૨૧ લાખની રોકડ પણ મળી આવી
હતી. જે અંગે (૧) શક્તિસિંહ ચુડાસમા (રહે. પટેલનગર, મિલેટ્રી સોસાયટી પાછળ, ભાવનગર),
(૨) યશપાલસિંહ ગોહિલ (રહે.શીવધારા બંગ્લોઝ, જેલ રોડ,
ભાવનગર) અને (૩) રાજેન્દ્રસિંહ ચુડાસમા (રહે.પટેલનગર, ભાવનગર)ની પુછપરછ કરતા શરૂઆતમાં
રોકડ અને દારૂ અંગે કોઇ ચોક્કસ ખુલાસો કરી શક્યા નહોતા. બાદમાં આકરી પુછપરછમાં જણાવ્યું
હતું કે ત્રણેય જણા કાર લઇને વિમાન માર્ગથી ગોવા ગયા હતા. જ્યાંથી દારૂની બોટલ લઇને
અમદાવાદ આવ્યા હતા. જો કે રોકડ અંગે ચોક્કસ ખુલાસો કરી શક્યા નહોતા. પરંતુ, પોલીસને તેમની પાસેથી  બોર્ડીંગ પાસ કે ટિકીટ મળી આવી નહોતી.  જે અંગે એલસીબી પીઆઇ ડી બી વાળાએ જણાવ્યું હતું
કે ત્રણેય જણા કારથી ગોવા આવ્યા હોવાની શક્યતા છે અનેતમામને દારૂ પીવાની આદત હોવાથી
ગોવાથી  બ્રાંડેડ દારૂ લાવ્યા હતા. જ્યારે  ૨૧ લાખની રોકડ જુગાર રમીને મેળવેલી હતી. જે અંગે
પોલીસે રોકડ સહિત કુલ રૂપિયા ૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેયની વધુ તપાસ હાથ
ધરી છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.