ડભોઇ નગરમાં રહેતાં ખ્રીસ્તી કુટુંબો દ્રારા નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી - At This Time

ડભોઇ નગરમાં રહેતાં ખ્રીસ્તી કુટુંબો દ્રારા નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી


રિપોર્ટ:- નિમેષ‌ સોની,ડભોઈ

૨૫ - મી ડિસેમ્બરના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસને નાતાલના પર્વ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેમના જન્મની ઘટનાએ માનવ ઇતિહાસની મહત્વની ઘટના ગણાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આજના ઇઝરાયેલ દેશના એક નાના ગામમાં થયો હતો. બાઇબલ અનુસાર ઈશ્વર પોતે માણસનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ ઈસુના સ્વરૂપમાં આ પૃથ્વી ઉપર આવ્યા હતા બાઇબલ તેના બે કારણો આપે છે. જેમાં માણસ જાતનું મૃત્યુ કારક પાપ અને ઈશ્વરનો માનસ પ્રત્યેનો ગમ્ય પ્રેમ. બીજુ માણસ તેના સ્વભાવિક પાપને કારણે પવિત્ર અને ન્યાયી ઈશ્વરથી દૂર થયો હતો. અને તેમના ક્રોધ અને શિક્ષાને પાત્ર હતો. જેને પરિણામે આ મરણ પછીના અનંતકડીક નાસને લાયક હતો. આ બે કારણો આપ્યા હતા. ડભોઇ નગરમાં પારસીવાલી જીનમાં અને અન્ય વિસ્તારમાં વસતાં ઈસુ ખ્રિસ્તના ખ્રિસ્તી ધર્મ પાળનારા કુટુંબો હાલમાં વસે છે. આજરોજ આ કુટુંબો દ્રારા ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. ડભોઇ નગરમાં વસતા ખ્રિસ્તી કુટુંબો દ્રારા પોતાનાં મકાનો ભવ્ય રોશની અને ક્રિસમસ ટ્રી ના ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. તેમજ એકબીજાના ઘરે પહોંચી પ્રભુના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પરિવારો વર્ષોથી આ ઉજવણી કરવા વડોદરા ખાતે આવેલ ચર્ચમાં પ્રભુ પ્રાર્થના અર્થે જતા હોય છે. અને ત્યાં પહોંચી એકબીજાનાં પરિવારોના સભ્યોને મળીને ભાવપૂર્વક આ પર્વની ઉજવણી કરતા હોય છે. આ નાતાલ પર્વ સમગ્ર વિશ્વભરમાં ખૂબ જ મોટો પર્વ ગણાય છે અને તેની ભવ્ય ઉજવણી થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.