ગેરમાર્ગે દોરતી જાહેરાત બદલ 50 લાખ દંડ અને 5 વર્ષની સજા કરાશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ijgtoo4kdvdrme6t/" left="-10"]

ગેરમાર્ગે દોરતી જાહેરાત બદલ 50 લાખ દંડ અને 5 વર્ષની સજા કરાશે.


ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી બોગસ જાહેરાત કરતા વ્યવસાય ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. દોષિતોને આકરા દંડની સાથે સજાની જોગવાઈ પણ કરવામાં આવી શકે છે.
આ અંગે ગ્રાહક સુરક્ષા સમિતિના સીઈઓ પ્રહ્લાદ જોષીએ સરકારને લેખિત રજૂઆત કરી હતી કે, વેપારી અને ઉત્પાદકો ગ્રાહક સાથે છેતરપિંડી કરે છે એવું નથી, અત્યારે તો એજ્યુકેશન સંસ્થાઓ અને વિઝા કલ્સલ્ટન્ટ પણ અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગની જેવી ચમત્કારી વાતો કરે છે. ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિઝા એજન્ટો 100% વિઝાની ગેરંટી આપવાની વાતો કરીને લલચાવે છે. ખરેખર 100% વિઝા જેવું કંઈ હોતું નથી, આવું લખી શકાય નહીં. ઘણાતો 50 હજાર સફળ વિઝાની વાહિયાત વાતો પણ કરે છે.આ વિઝા કન્સલ્ટન્ટો 100% વિઝા સાથે 100% વિદેશમાં નોકરી ને રહેવા-જમવાનું મફ્ત તે પણ કોઈજાતના
ઇન્કમપ્રૂફ વિના, આઇ.ઇ.એલ.ટી.એસ. વિના અને બેંક બેલેન્સ વિના વિદેશ ના વિઝા કરી આપવામાં આવશે તે પ્રકારની જાહેરાતો થકી લોકોને ગેરમાર્ગે દોરે છે. જો આવું શક્ય હોયતો દેશમાં કોઈ જ બેકારી ન રહે! આવી બોગસ જાહેરાતોની માયાજાળમાં વિદ્યાર્થીઓ- વાલીઓને ફસાવે છે. પછી કરોડોનાં ફૂલેકા ફેરવીને અનેક વિઝા કન્સલ્ટન્ટો ભૂગર્ભમાં ઊતરી જાય છે. આ બાબતે ગ્રાહક સુરક્ષા સમિતિના સીઇઓ પ્રહલાદ જોષીએ સરકારના ગ્રાહક બાબતો વિભાગ તેમજ ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. જે બાદ ગ્રાહક બાબતના વિભાગે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા સમિતિ પગલાં લઈ શકે છે. તેમજ ગૃહમંત્રીએ પણ પગલાં ભરવાની ખાત્રી આપી હતી. કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે 50 લાખ દંડ અને 5 વર્ષની સજાની જોગવાઈ કરેલ છે. જેમાં બ્રાન્ડ એમ્બેસેડર અને એડ એજન્સીને પણ દંડ-સજા થશે. આ બાબતે નાગરિકો જાગૃત બને અને જરૂર જણાય તો ગ્રાહક સુરક્ષા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]