કંપનીમાં રોકાણ કરાવી વધુ વળતરની લાલચ આપી રૂ.3 લાખની ઠગાઈ - At This Time

કંપનીમાં રોકાણ કરાવી વધુ વળતરની લાલચ આપી રૂ.3 લાખની ઠગાઈ


80 ફૂટ રોડ કૃષ્ણનગર પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ જયંતીભાઇ વડગામા (સુથાર) (ઉ.વ.55)જેઓ ગેલેક્ષી સિનેમામાં નોકરી કરતા હતા ત્યારે એક ન્યૂઝ પેપરમાં જાહેરાત જોઇ રીધ્ધી સિધ્ધી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઇટર પલક પ્રફુલભાઇ કોઠારીની કંપનીમાં વધુ વળતર મળવાની લાલચે કુલ રૂ.3,00,000 રોકડા આપતા પલક કોઠારી તે નાણાં ઓળવી જઇ છેતરપીંડી આચરી હતી. બીજી ફરિયાદમાં યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવર પાસે ઝવેરચંદ મેઘાણી ટાવરમાં એ-702માં રહેતા અને ફોટોગ્રાફી કરતા મહેશભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.52)એ રિદ્ધિ-સિદ્ધ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટર પલક પ્રફુલભાઈ કોઠારી સામે વધુ વળતર આપવાની લાલચ આપી રૂા. 5 લાખની ઠગાઈ કર્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
મહેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે માલવીયા ચોક પાસે આવેલી કોટક લાઈફ ઈન્સ્યોરન્સમાં એડવાઈઝરી તરીકે નોકરી કરતા હતા.એ કંપનીમાં મેનેજર તરીકે શેખર વી. બાજપાઈ હતા.તેની સાથે ઘર જેવો સંબંધ હોય તેણે જણાવેલ કે ડો.યાજ્ઞિક રોડ ઉપર માધવ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ઓફીસ નં.105માં રિદ્ધિ-સિંદ્ધ ઈન્વેસ્ટમેન્ટ નામની ઓફિસ છે.તેના પ્રોપરાઈટર પલક કોઠારી છે.તેની કંપનીમાં પૈસાનું રોકાણ કરવાથી ઘણો ફાયદો થાય છે.આ વાત સાંભળી તેણે પોતાની પાસે પડેલા રૂા.5 લાખ રોકાણ કરવાની વાત કરતા શેખર બાજપાઈ ગઈ તા.16/6/21ના તેને પલકની ઓફિસે લઈ ગયા હતા.
જ્યાં તેની સાથે ઓળખાણ થયા બાદ તેણે રોકાણ કરવાનું કહેતા તેણે હા પાડી હતી. આથી તેણે શેખરની હાજરીમાં પલકને રૂા. 5 લાખનો ચેક આપી દીધો હતો.આ બાબત ની એગ્રીમેન્ટ એકાદ અઠવાડિયામાં કરવાનું નક્કી કરાયું હતું.બાદમાં ગઈ તા.24/6ના તે પલકની ઓફિસે જતા બંને મંગળા રોડ પર આવેલી એડવોકેટ અને નોટરીની ઓફિસે ગયા હતાં.ત્યાં પલકે રૂા.300 ના સ્ટેમ્પ પર તેની કંપનીમાં ટ્રેડિંગ કરી પ્રોફિટ આપવા અને રોકાણ 11 માસ માટેનું નક્કી કર્યાનુંએગ્રીમેન્ટ બનાવાયું હતું ત્યાર બાદ એગ્રીમેન્ટ મુજબનું કઈ નહીં થતાં તેણે પલકને અવાર નવાર પૈસા બાબતે પૂછતા બહાના બતાવવા લાગ્યો હતો.એટલું જ નહીં તેણે પોતાની ઓફિસ બંધ કરી દીધી હતી.
તેને અપાયેલો ચેક એકાઉન્ટમાં નાખતા બાઉન્સ થયો હતો.ગઈકાલે તેણે પલકને પૈસા બાબતે ફોન કરતા તેણે રૂબરૂ મળવાનું કહી બહાનું બતાવી દીધું હતું.તેને ફરીથી ફોન કરતા ફોન લાગતો નહતો.આ મામલે મહેશભાઈના પત્ની ભાવનાબેનને લાગી આવતા તેણે બાથરૂમ સાફ કરવાનું લીક્વીડ પી લીધું હતું.દરમિયાન યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આરોપીએ મહેશભાઈ ઉપરાંત અન્ય લોકોની સાથે પણ છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.