ભગીરથ સોસાયટીમાં જુગાર રમતાં પિતા-પુત્ર અને બે વેપારી સહિત 16 બાઝીગરો ઝડપાયા - At This Time

ભગીરથ સોસાયટીમાં જુગાર રમતાં પિતા-પુત્ર અને બે વેપારી સહિત 16 બાઝીગરો ઝડપાયા


ભગીરથ સોસાયટીમાં લાઈટના અંજવાળે જુગાર રમતાં બે વેપારી સહિત 16 શખ્સોને પોલીસે દબોચી રૂ।.29 હજારની રોકડ કબ્જે કરી હતી. દરોડાની વિગત અનુસાર, બી. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.આઇ.શેખ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ હેમેન્દ્રભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભગીરથ સોસાયટી શેરી નં.5માં લાઈટના અંજવાળે જાહેતમાં જુગાર રમતાં અજિત રૂપસિંગ ધોળકિયા, (ધંધો. ઇમિટેશન), વિવેક પથું ગોહેલ, પથું ચના ગોહિલ, વિજય વલ્લભ ગોહિલ, ચેતન ભરત મકવાણા (ધંધો. વેપારી), રવજી ચના મોરણીયા, નૂરમહમદ ગુલમહમદ બ્લોચ, પ્રવીણ ભલા ગઢવી, કરણ વિજય મીરાણી, કેતન ધીરૂ પરમાર, જયરાજ રાજુ દુધરેજીયા, જયેશ હસમુખ ગરાચ, નારાયણ આશનદાસ કપૂર, હસુ નરશી સોલંકી, દેવજી કાનજી ગાંગસ અને પ્રદીપ પ્રવીણ સમાણી (ધંધો. વેપાર) ને દબોચી રૂ.29 હજારની રોકડ કબ્જે કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.