હરદાસ‌પુર ગામે રામદેવપીરનુ બે દિવસીય આખ્યાન કાર્યક્રમ યોજાયો. - At This Time

હરદાસ‌પુર ગામે રામદેવપીરનુ બે દિવસીય આખ્યાન કાર્યક્રમ યોજાયો.


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના હરદાસપુર ગામ ખાતે બાબા રામદેવજી પીરનુ બે દિવસીય આખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જયારે આ બે દિવસીય આખ્યાન કાર્યક્રમમાં મોટી સંખ્યામા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.લૂણાવાડા તાલુકાના નાનાવડદલા ગામના રામામંડળ યુવક દ્વારા હરદાસપુર ગામ ખાતે બે દિવસીય બાબા રામદેવજી મહારાજનુ આખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જેમા બાબા રામદેવજી પીરના વિવિધ પરચાઓનુ વર્ણન તેમજ બાળ લીલાઓ.ભૈરવ વધ.રામદેવજી લગ્ન.મારવડ દેશનો લાખો વણઝારો વિવિધ બાબા રામદેવજી મહારાજના જીવન કથાઓ તેમજ વિવિધ પરચાઓનુ વર્ણન કરવામાં આવેલ હતું.જયારે આ બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાબા રામદેવજી આખ્યાન નિહાળ્યું હતું. સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું.બીજા દિવસે મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી અને મહા પ્રસાદનો લાભ લીધો હતો.

આમ નાના વડદલા ગામના રામભકતો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે બે દિવસીય બાબા રામદેવજીના આખ્યાનનુ હરદાસપુર ગામ ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.