જાફરાબાદ રાજુલા ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુપુત્રી ચંચલબેન ના લગ્ન પ્રસંગે ભવ્ય ડાંડિયારાસ તેમજ રાજકી હસ્તીઓની ઉપસ્થિતિ - At This Time

જાફરાબાદ રાજુલા ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુપુત્રી ચંચલબેન ના લગ્ન પ્રસંગે ભવ્ય ડાંડિયારાસ તેમજ રાજકી હસ્તીઓની ઉપસ્થિતિ


જાફરાબાદ રાજુલા ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુપુત્રી ચંચલબેન ના લગ્ન પ્રસંગે ભવ્ય ડાંડિયારાસ તેમજ રાજકી હસ્તીઓની ઉપસ્થિતિ

ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પોતાના દરેક કાર્યમાં તમામ સમાજના તેમજ તમામ રાજકીય હસ્તીઓને સાથે રાખીને જ કાર્ય કરે છે ત્યારે હાલ તેમની સુપુત્રી ચંચલબેન ના લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે સતત ત્રણ દિવસથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રિના ભવ્ય ડાંડિયારાસનું આયોજન પણ કરાયું હતું જેમાં ભારતની ખ્યાતના કલાકાર કિંજલ દવે દ્વારા લોકોને દાંડિયારાસમાં બહુ મોજ કરાવી હતી. વિશાળ સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો તેમજ રાજકીય આગેવાનો પણ દાંડીએ રમ્યા હતા. જેમાં ગુજરાતના મંત્રી પુરષોત્તમભાઈ સોલંકી તેમજ ગુજરાત કોળી સમાજ પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી પણ ખાસ તો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની સાથે હીરાભાઈ સોલંકી દ્વારા ભવ્યથી ભવ્ય રીતે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લા એસપી હિમકરસિંહ તેમજ ડીવાયએસપી હરેશ વોરા સહિત અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ પર ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.