એમોસ કંપનીના સમીર પટેલ સહિતના ચાર ડાયરેક્ટરોએ આગોતરા જામીન અરજી મુકી - At This Time

એમોસ કંપનીના સમીર પટેલ સહિતના ચાર ડાયરેક્ટરોએ આગોતરા જામીન અરજી મુકી


અમદાવાદકેમીકલ કાંડમાં એમોસ કંપનીના મેનેજીગ ડાયરેક્ટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેક્ટર  દ્વારા બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જે અંગે શનિવારે સુનવણી કરવામાં આવશે. શનિવારે બોટાદ સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશેઃ સમીર પટેલ સહિતના તમામ ડાયરેક્ટરો ગુજરાત બહાર હોવાની આશંકા બરવાળા-ધંઘુકા કેમીકલ
કાંડમાં એમોસ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સમીર પટેલ અને અન્ય ત્રણ ડાટરેક્ટરોને નિવેદન
નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે ચારેય જણા પોલીસ સમક્ષ હાજર થવાને બદલે નાસી
ગયા હતા. જેથી પોલીસે તેમના ગુલબાઇ ટેકરા તેમજ તેમના નિવાસ સ્થાને પોલીસંતેમની ધરપકડ
થવાના ડરથી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે હાઇકોર્ટમાં તેમની
અરજીને નકારી હતી અને તેમને સેશન્સ કોર્ટમાં અરજી મુકવાની કામગીરી ૧૦ દિવસમા પૂર્ણ
કરવાની તાકીદ કરી હતી. જેથી શુક્રવારે સમીર પટેલ, પંકજ પટેલ,  ચંદુભાઇ પટેલ અને રજીત 
ચોકસીએ   બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા
જામીન અરજી કરી છે. જે અંગે શનિવારે સુનવણી કરવામાં આવશે.  સુત્રોના જણાવ્યા મુજબ સમીર પટેલ સહિતના ડાયરેક્ટરો
હાલ ગુજરાત બહાર નાસી ગયા છે. જો  શનિવારે આગોતરા
જામીન અરજી નકારવામાં આવશે તો પોલીસની અલગ અલગ ટીમ તેમની ધરપકડ કરવા માટે સક્રિય કરવામાં
આવશે. જેમાં પોલીસને ચોક્કસ કડીઓ પણ મળી છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon