ગઢડા શહેરમાં મઘરપાટ વિસ્તારમાં ગટર ઉભરાવવાથી સ્થાનિકો ત્રાહિમામ!!! - At This Time

ગઢડા શહેરમાં મઘરપાટ વિસ્તારમાં ગટર ઉભરાવવાથી સ્થાનિકો ત્રાહિમામ!!!


ગઢડા શહેરમાં મઘરપાટ વિસ્તારમાં ગટર ઉભરાવવાથી સ્થાનિકો ત્રાહિમામ!!!
શું નગરપાલિકા તંત્ર માટે ગંદકી, ગટરયુક્ત પાણી અને સફાઈનો અભાવ જેવા પ્રશ્નો સામાન્ય બની ગયા????
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સ્થાનિકો અનેક સમસ્યાથી પરેશાન છે ત્યારે આજે વધુ એક સમસ્યા સામે આવી છે. જેમાં ગઢડા શહેરના મઘરપાટ વિસ્તારમાં ગટરનું દુષિત અને અતિદુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેવાને કારણે વાતાવરણ પણ દુર્ગંધયુક્ત બની ગયું છે જેને લઇ સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. જેને કારણે મચ્છરો ના
ઉપદ્રવમાં પણ સતત વધારોને કારણે સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.રોડ પરથી અવર જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ પણ ખુબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો વહેલી તકે ગટરયુક્ત પાણીનો યોગ્ય નિકાલ લાવી પ્રશ્ન હલ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.