ખૂંટવડા ગ્રામજનો દ્વારા સાંસદ નારણભાઈ કાછાડીયાને ખુંટવડા ગામમાં ખૂટતી જરૂરિયાતોની લેખિત રજૂઆત કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hvvu5hb6au2o3rty/" left="-10"]

ખૂંટવડા ગ્રામજનો દ્વારા સાંસદ નારણભાઈ કાછાડીયાને ખુંટવડા ગામમાં ખૂટતી જરૂરિયાતોની લેખિત રજૂઆત કરવામાં આવી.


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા બજરંગપુરા પ્રાથમિક શાળા ખાતે માનનીય સાંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડીયા તથા પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી તથા જિલ્લા પંચાયત સભ્ય શ્રી દશરથભાઈ જાની તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી મધુભાઈ નગવાડિયા નો લોક પ્રશ્નો બાબતે પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા શિક્ષણ ક્ષેત્રે, સ્મશાન ઘાટ,રેફરલ હોસ્પિટલ જર્જરિત,ST બસ સ્ટોપ, વિદ્યુત બોર્ડ,ICDS વિભાગ,પશુ દવાખાનું,ગામમાં ખરાબ રોડ રસ્તાઓ,RCC રોડ,સૌની યોજના અંતર્ગત નદીમાં પાણી છોડવું જેવા વિગેરે બાબતે વિવિધ પ્રશ્ર્નો અલગ અલગ વિભાગોના અધિકારીઓને ગ્રામજનો દ્વારા લેખીત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.

રીપોર્ટર:-રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]