કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કરવામાં આવે છે નિઃશુલ્ક ડાયાલિસીસ - At This Time

કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કરવામાં આવે છે નિઃશુલ્ક ડાયાલિસીસ


નિઃશુલ્ક ડાયાલિસીસ:કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં નિઃશુલ્ક ડાયાલિસીસ, આયુષ્માન ભારત યોજના હેઠળ દર મહિને 1800થી વધુ દર્દીઓ લાભ લે છે

આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ દર મહિને 1800 થી વધુ દર્દીઓનું 44 ડાયાલિસીસ મશીનની સુવિધા દ્વારા નિ:શુલ્ક ડાયાલિસીસ કરવામાં આવે છે. અહીં કિડનીની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને હીમોડાયાલિસીસની સારવાર 3 શિફ્ટમાં, સવારે 7 થી રાત્રિના 9 દરમ્યાન આપવામાં આવે છે. જેમાં 90 ટકા દર્દીઓ 'મા અમૃતમ' અને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ મેળવે છે.

મહત્વનું છે કે આ સેન્ટર ખાતે નિ:શુલ્ક ડાયાલિસીસ ઉપરાંત આર્યનસુક્રેન અને વિટામીનના ઈન્જેક્શન પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સેન્ટર ખાતે 2 નેફ્રોલોજીસ્ટ, 1 મેડિકલ ઓફિસર અને 16 ડાયાલિસીસ ટેકનિશ્યન કાર્યરત રહે છે. હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે આવતા તથા હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ દર્દીઓને રાત્રે પણ ડાયાલિસીસની સારવાર પૂરી પાડવામાં આવે છે.

આ હોસ્પિટલ સંચાલિત સેવાલીયા સેકન્ડરી કેર સેન્ટર (સોનાબા હોસ્પિટલ અને સદાબા પ્રસુતિ ગૃહ) ખાતે 8 ડાયાલિસીસ મશીનની સુવિધા છે, જેમાં પંચમહાલ, દાહોદ, વણાકબોરી, ડાકોર, ઉમરેઠથી દર્દીઓ ડાયાલિસીસની સારવાર માટે આવે છે. જ્યાં આ સેન્ટર ખાતે મહિને 350 દર્દીઓને સારવાર આપવામાં આવે છે જેમાંથી 300 દર્દીઓ ‘મા અમૃતમ અને ‘'આયુષ્માન ભારત' યોજનાના હેઠળ સારવાર લે છે. ગંભીર કિડનીની તકલીફ ધરાવતા એટલે કે ડેન્ગ્યુ, ડાયેરિયા, મેલેરિયા અને સુવાવડ બાદ વધુ પડતો રક્તસ્ત્રાવ થવાથી કિડની પર ગંભીર ઈજા પહોંચી હોય તેવા દર્દીઓ માટે હીમોડાયાલિસીસની સારવાર પૂરતી હોતી નથી. જેથી તેમને કન્ટીન્યુઅસ રિર્નલ રિપ્લેસમેન્ટથેરાપીની સારવાર હોસ્પિટલના ક્રિટિકલ કેર સેન્ટર ખાતે આપવામાં આવે છે. મહિને ૩થી ૫ દર્દીઓ આ સારવારનો લાભ લે છે. સેન્ટર ખાતે પ્લાઝમા થેરાપી, રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી, કિડનીના રોગોનું નિદાન અને સારવાર, ફીસ્ટુલા અને પરમેનન્ટ કૅમેટરની સગવડ પણ ઉપલબ્ધ છે.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.