અમદાવાદ શહેરમાં લોકસભા ચુંટણી પહેલા ગુજરાત પોલીસે પરવાના વાળા હથિયાર જમાં કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hspzm0awzlyy5su7/" left="-10"]

અમદાવાદ શહેરમાં લોકસભા ચુંટણી પહેલા ગુજરાત પોલીસે પરવાના વાળા હથિયાર જમાં કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું.


અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સયુંકત પોલીસ કમિશ્નર, સેક્ટર ૨, બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૬ રવિ મોહન સૈની દ્વારા લોકસભાની ચૂંટણી અનુસંધાને વાહન ચેકીંગ કરવા, ગુન્હેગારોને ચેક કરવા, હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવા, સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ટુકડી સાથે ફૂટ પેટ્રોલિંગ કરવા, માથાભારે ઈસમોને ચેક કરવા અટકાયતી પગલાઓ લેવા સહિતની કામગીરી કરવા આગોતરું આયોજન કરી અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે,

અમદાવાદ શહેરના મા.સયુંકત પોલીસ કમિશ્નર, સેક્ટર ૨, બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૬ રવિ મોહન સૈની દ્વારા ઝોન ૬ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો ખાતે હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતા જે ડિવિઝન ના મા.એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન ના મા.એ.સી.પી યુવરાજસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.પી. ઉનડકટ, વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ કુલદીપ ગઢવી, ઈસનપુર પોલીસ સ્ટેશન નાં પી.આઈ બી.એસ.જાડેજા, જી.આઈ. ડી.સી વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ એન.ડી.નકુમ, દાણીલીમડા પી.આઈ જી.જે.રાવત, નારોલ પી.આઈ આર.એમ. ઝાલા તથા કાગડાપીઠ પી.આઈ એસ.એ. પટેલ તથા સ્ટાફ દ્વારા હથિયાર પરવાનેદારો ના હથિયારો જમા લેવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી,

ઝોને ૬ હેઠળના કુલ ૭ પોલીસ સ્ટેશન ખાતે કુલ ૩૭૭ હથિયાર પરવાનાધારક હોઈ જે પૈકી ખાસ ઝુંબેશ દરમિયાન અને આજદિન સુધીમાં કુલ ૨૪૩ હથિયારો જમા થઈ જતાં અને ૪૩ હથિયાર પરવાના ધારકો દ્વારા મુક્તિ માટે અરજીઓ કરવામાં આવેલ હોઈ કુલ ૨૪૩ હથિયારો જમા થઈ જતાં અંદાજીત ૭૦ ટકા હથિયારો જમાં થઈ ગયેલ છે, લોકસભાની ચૂંટણી અનુસંધાને લોકોની જાગૃતિ અને પોલીસની સતર્કતા તેમજ આગોતરા આયોજન ના ભાગરૂપે ઝોન ૬ વિસ્તારના ૭ પોલીસ સ્ટેશનમાં પરવાના વાળા હથિયારોની ખાસ ઝુંબેશ હાથ ધરવાની જાણ પરવાના ધારકોને થતા પોલીસ સ્ટેશન ખાતે હથિયારો જમાં કરાવવા લાઈન લાગી હતી,

આ ઉપરાંત ઝોન ૬ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્થાનિક પોલીસ તથા પેરા મિલેટરી ની ટુકડી સાથે સંવેદનશીલ વિસ્તારમાં મતદાન મથકોની સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે ઉપરાંત ભૂતકાળમાં મારામારીના ગુન્હાઓ માં પકડાયેલ માથાભારે ઈસમો વિરૂદ્ધ અટકાયતી પગલાઓ લેવાનું પણ શરૂ કરવામાં આવેલ છે, આ કાર્યવાહી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા સુધી ચાલુ રાખવામાં આવશે એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે,

લોકસભાની ચૂંટણી અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા હથિયારો જમાં કરાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોઈ, હથિયાર પરવાના ધારકોએ તાત્કાલિક પોતાના લાગતા વળગતા પોલીસ સ્ટેશનો ખાતે હથિયારો જમાં કરાવી દેવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]