લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8yackykuu6hz2ism/" left="-10"]

લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન


લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન

"રક્તદાન એ મહાદાન' ઉકિત ને સાર્થક કરતા લાઠી તાલુકા આરોગ્ય કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લાઠી શહેર ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકો ની જીંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા, ચાવંડ આરોગ્ય કેન્દ્ર ના ડો. મુકેશ સીંગ, ડો. સિંહા,  આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો એ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. તેમજ આવનારા સમય માં પણ આવી રીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો તેમાં ભાગ લે તેવી ડો. મકવાણા એ અપીલ કરી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]