અમદાવાદ શહેરમાં દર મહિને ક્યાંકને ક્યાંક રોડ બેસી જવાની અથવા તો ભુવો પડવાની ઘટના બનતી હોય છે…. આજે વહેલી સવારે મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભુવો પડ્યો છે - At This Time

અમદાવાદ શહેરમાં દર મહિને ક્યાંકને ક્યાંક રોડ બેસી જવાની અથવા તો ભુવો પડવાની ઘટના બનતી હોય છે…. આજે વહેલી સવારે મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભુવો પડ્યો છે


અમદાવાદ શહેરમાં દર મહિને ક્યાંકને ક્યાંક રોડ બેસી જવાની અથવા તો ભુવો પડવાની ઘટના બનતી હોય છે….
આજે વહેલી સવારે મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભુવો પડ્યો છે. એફએસએલ ચાર રસ્તા પાસેનો ભુવો એટલો ભયંકર છે કે રોડ પરથી વાહન પસાર થાય તો આખો રોડ બેસી જાય તેમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા તાત્કાલિક ભુવાને કોર્ડન કરી દેવાયો છે. આ સાથે એફએસએલ ચાર રસ્તાથી હોળી ચકલા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
બહારથી નાનો લાગતો હતો, પરંતુ અંદર એટલો મોટો ભુવો છે કે જો આ રોડ ઉપર સાઈડમાંથી વાહન પસાર થાય તો પણ રોડ બેસી જાય તેમ છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતા તેઓ તાત્કાલિક ભુવાને ડેલીકેડ લગાવી અને કોર્ડન કરી દીધો છે. હોળી ચકલાથી એફએસએલ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કોઈ વાહન ચાલક ભૂવામાં પડે નહીં….
દિનેશ સોલંકી મેઘાણીનગર..
9723335736


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.