જસદણ આટકોટ ફોરલેન પરની ઘટના : બે ગધેડાના વાહન ઠોકરે મોત, ઘડીભર સર્જાયો ટ્રાફિકજામ - At This Time

જસદણ આટકોટ ફોરલેન પરની ઘટના : બે ગધેડાના વાહન ઠોકરે મોત, ઘડીભર સર્જાયો ટ્રાફિકજામ


જસદણ આટકોટ ફોરલેન પરની ઘટના : બે ગધેડાના વાહન ઠોકરે મોત, ઘડીભર સર્જાયો ટ્રાફિકજામ

જસદણ-આટકોટ ફોરલેન રોડ પર આવેલી સોલીટેર સોસાયટી નજીક સવારના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરી રહેલા ગધેડાને અડફેટે લેતા બન્ને ગધેડા ફૂટબોલની માફક રોડ પર ફંગોળાઈ ગયા . હતા અને બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જો કે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી જતા જીવદયા પ્રેમીઓમાં અને આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે બેઘડી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

જોકે રોડની વચ્ચે પડેલા બન્ને મૃત ગધેડાને અમુક કલાકો બાદ રોડ પરથી ખસેડી દેવામાં આવતા વાહનવ્યવહાર રાબેતા મુજબ થવા લાગ્યો હતો. આ તકે જીવદયા પ્રેમીઓએ આ બન્નેને મોતને ઘાટ ઉતારનારા અજાણ્યા વાહનચાલકને પકડી પાડી જસદણ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.