સુરત તબીબી સેવાની ભાવનાથી સેવાકીય સંસ્થા સાથે સુરત નાં જ તબીબો નવસારી જીલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં દોડી આવ્યા.. - At This Time

સુરત તબીબી સેવાની ભાવનાથી સેવાકીય સંસ્થા સાથે સુરત નાં જ તબીબો નવસારી જીલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં દોડી આવ્યા..


સુરત તબીબી સેવાની ભાવનાથી સેવાકીય સંસ્થા સાથે સુરત નાં જ તબીબો નવસારી જીલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં દોડી આવ્યા..
નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કે જ્યાં હાલમાં મચ્છર જન્ય અને પાણી જન્ય તાવ , શરદી, ઉધરસ જેવો રોગચાળો ફાટી નીકળ્યાના અહેવાલ મળતા જ તાત્કાલિક ડૉ. નીરવ ગોંડલીયા , ડૉ. ધારા નીરવ ગોંડલીયા , ડો. ભાવિકા ભુવા દ્વારા પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી યોગ્ય નિદાન કરવામાં આવ્યું.
આ સેવાકિય પ્રવૃત્તિઓ માં ભાગ લઈ સેવાના સાથી માધવ ફાર્મ તરફથી ડોક્ટર્સ ટીમની સુચના મુજબની જરૂરીયાત પ્રમાણે દવા, ઇન્જેક્શન , વગેરે વગેરે જેવી તબીબી અને સારવાર માટેની વસ્તુઓ આપવામાં આવી હતી..
સમગ્ર ટીમ દ્વારા તબીબી સારવાર યોગ્ય નિદાન અને આરોગ્ય સૂચનો આપી જરૂરીયાત મુજબની મદદ પણ કરવામાં આવી અને સાથે સુરતની સેવાકીય સંસ્થા હેલ્પિંગ ચેરીટેબલ ટ્રસ્ટ પણ આ સેવા માં જોડાઈ હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.