વડોદરા: પાડોશીએ સતર્કતા દાખવતા મકાન માલિકે યુવકને કોઈ ગુનાને અંજામ આપે તે અગાઉ ઝડપી પાડ્યો

વડોદરા: પાડોશીએ સતર્કતા દાખવતા મકાન માલિકે યુવકને કોઈ ગુનાને અંજામ આપે તે અગાઉ ઝડપી પાડ્યો


વડોદરા,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદારકુંજ સોસાયટીમાં પાડોશીની સતર્કતાના પગલે કોઈ ગુનાને અંજામ આપે તે અગાઉ થેલા સાથે શખ્સને મકાન માલિકે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. કારેલીબાગ વિસ્તારની સરદાર કુંજ સોસાયટીમાં રહેતા વ્રજ ઠક્કર મંગળબજાર ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવે છે. ગઈકાલે રાત્રે 11:00 વાગે તેઓને પાડોશીએ જાણ કરી હતી કે, તમારા મકાનમાં અજાણ્યો શખ્સ પ્રવેશ્યો છે. જેથી તેઓ તુરંત ઘરે દોડી ગયા હતા. અને થેલા સાથે એક વ્યક્તિને તેમણે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં યુવક વિવેક ઘનશ્યામ સોલંકી ( રહે - મધ્યપ્રદેશ ) હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ યુવકની અટકાયત કરી હતી. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »