સુરત આરડીસી ગૃપ અને જય ભીમ યુવક મંડળ ઝઘડીયા ઈન્દોર ગામના પુર પીડિતોની વ્હારે આવ્યા, સો પરીવારોને જીવન જરૂરી સાધન સામગ્રી કીટ અને વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી - At This Time

સુરત આરડીસી ગૃપ અને જય ભીમ યુવક મંડળ ઝઘડીયા ઈન્દોર ગામના પુર પીડિતોની વ્હારે આવ્યા, સો પરીવારોને જીવન જરૂરી સાધન સામગ્રી કીટ અને વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી


નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોમાં ભારે નુકશાન થયું છે ત્યારે પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ પીડિતોના વ્હારે આવી દરેક રીતે મદદરૂપ થઈ રહી છે ત્યારે નિઃસ્વાર્થ સમાજ સેવા માટે જાણીતા સુરત આરડીસી ગૃપ અને જય ભીમ યુવક મંડળ ઝઘડીયા ઈન્દોર ગામના પુર પીડિતોની વ્હારે આવી સો પરીવારોને જીવન જરૂરી સાધન સામગ્રી કીટ અને વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી
સુરત શહેર ના આરડીસી ગૃપ અને જય ભીમ યુવક મંડળ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે કારી અહમદ અલી ફલાહી, જુનેદ ભાઈ ઓરાવાલા સાહબ, રાજુ ભાઈ RC, સૈયદ નસરુદ્દીન, પટેલ વલિઉલ્લાહ, પટેલ અલી ભાઈ ના માધ્યમ થી મદદ પૂરી પાડેલ હતી જેમાં પ્રથમ તબક્કા માં ૧૦૦ વાસણ સેટ,૧૦૦ ગાદલા, ઓશીકા,કંબલ સેટ અને કપડાં વિતરણ કરવામાં આવ્યું હતુ જયારે બીજા તબક્કામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને મદદરૂપ થવા સ્કૂલ બેગ, નોટબુક અને ૧૦૦ ચટાઈની વિતરણ કરવામા આવી હતી.

મલેક યસદાની
AT THIS TIME BHRUCH
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.