રેડ ક્રોસ ભવનમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કાર્યક્રમ યોજાયો ....... - At This Time

રેડ ક્રોસ ભવનમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કાર્યક્રમ યોજાયો …….


રેડ ક્રોસ ભવનમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કાર્યક્રમ યોજાયો .......
તારીખ 8/5/ 24 ના રોજ વર્લ્ડ રેડ ક્રોસ ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા રેડ ક્રોસ ભવનમાં કાર્યક્રમ યોજાયો. જેમાં સંસ્થાના ચેરમેન ડો. ભુપેન્દ્રભાઈ શાહ, વાઇસ ચેરમેન ડો. ગોપલાની, ખજાનચી જીતુભાઈ પટેલ, કારોબારી સભ્યો હરેશભાઈ વ્યાસ, વિપુલભાઈ સાંખલા, સતિષભાઈ શાહ, લેબોરેટરીના એચઓડી કનુભાઈ જયસ્વાલ, બ્લડ બેન્કના એચઓડી પરેશભાઈ મહેતા, ઓફિસની જવાબદારી સંભાળતા પ્રજ્ઞાબેન શાહ તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા. જાયન્ટ્સ હિંમતનગર સહિયર ના પ્રમુખ સોનલબેન મહેતા તથા અન્ય સભ્યોએ હોદ્દેદારોનું સન્માન કર્યું તેમજ તમામ કર્મચારીઓને આઇસ્ક્રીમ આપવામાં આવ્યો. ચેરમેનશ્રી એ રેડક્રોસની સેવાઓની માહિતી આપી અને જાયન્ટ્સ ની સેવાઓને બિરદાવવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.